હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ચાલુ શૈક્ષણિક વર્ષ 2024- 25 માટે UG ,PG અને પીએચડી ના પ્રવેશ માટે ગુજરાત સરકારે દ્વારા GCAS પોર્ટલ શરૂ કરેલ છેવિધાર્થીઓ પોતાનું ફૉર્મ તેમાંથી જ ભરી શકશે વિદ્યાર્થી એક જ ફોર્મમાં પોતાની અલગ અલગ પસંદગી વાળી કોલેજોમાં પ્રવેશ માટે અરજી કરી શકશે પોર્ટલ દ્વારા અંદાજીત 16 મે 2024 થીઅરજીઓ સ્વીકારવાનું શરૂ કરશે તેવું નોડલ ઑફીસર ડૉ ધર્મેન્દ્ર ઠાકર જણાવ્યું હતું.
ગુજરાત બોર્ડમાંથી જેને પરીક્ષા 2024 મા આપી હશે તેવા ચાલુ વર્ષના વિદ્યાર્થીઓ ને માર્કશીટ પોર્ટલ ઉપર સીધી જ આવી જશે તેથી તેમને અપલોડ કરવાની જરૂર રહેશે નહીં અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ તેમજ જેમને 2024 માં પરીક્ષા નથી આપી તેમણે પોતાની માર્કશીટ પોર્ટલ ઉપર અપલોડ કરવી પડશે. વિદ્યાર્થીઓની મદદ માટે તમામ કોલેજોએ હેલ્પ સેન્ટર શરૂ કરેલા છે નજીકની કોલેજની મદદથી પણ આપનું પ્રવેશ ફોર્મ આ પોર્ટલ ઉપર ભરી શકો છો.