News Updates
GUJARATRAJKOT

શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ KDVS દ્વારા રવિવારે સર્વ જ્ઞાતિય રાજકીય કારકિર્દી સેમિનાર

Spread the love

રાજકારણમાં સક્રિય થવા માટે માર્ગદર્શન આપતો નિઃશુલ્ક સેમિનાર,તમામ પાર્ટીનાસભ્યો આવકાર્ય

રાજકોટના મેયર અને શિવરાજ નરેશભાઈ પટેલનું વક્તવ્ય

શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકીય કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં જોડાવા માટે સર્વ જ્ઞાતિના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાજકારણમાં પ્રવેશ કરવા કડીરૂપ બનતું માર્ગદર્શન એટલે રાજકીય કારકિર્દી ઘડવામાં ચાવીરૂપ બનતો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડે અનેક સેવાકીય પ્રવૃત્તિની જ્યોત જલાવી છે, સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ સર્વ સમાજના હિત માટેનું કાર્ય પણ કરી રહ્યું છે ત્યારે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ એટલે કે KDVS  મુખ્ય ત્રણ પી થીયરી પર કામ કરે છે. ફર્સ્ટ થિયરી એટલે પોલીસ- પોલીસમાં વધુમાં વધુ વ્યક્તિઓને સરકારી નોકરીઓ તરફ જોડી અને સરકારમાં નોકરી કરે તે માટે કલાસ ચલાવી અસંખ્ય લોકો સરકારની પરીક્ષા પાસ કરી અલગ અલગ જગ્યાએ નોકરી કરી રહ્યા છે.

 બીજો પી  એટલે પ્રેસ- વધુમાં વધુ વ્યક્તિઓ પ્રેસ મીડિયામાં જોડાય એને ફોટોગ્રાફર થી લઈને તંત્રી તથા ચેનલ હેડ બને તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને ત્રીજો પી એટલે પોલિટિક્સ- વધુમાં વધુ વ્યક્તિઓ રાજકારણમાં જોડાય અને રાજકારણના માધ્યમથી સમાજથી સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને એ માટેનું સંગઠન.

ત્યારે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા સર્વ જ્ઞાતિઓ માટે એક સુંદર મજાની રાજકીય કારકિર્દી ઘડવા માંગતા લોકો માટે સુંદર મજાના સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર આગામી રવિવાર અને તારીખ 25 – 6 – 2023 ના રોજ સવારે ૯ વાગ્યાથી શ્રી સરદાર પટેલ ભવન, માયાણી નગર, માલવિયાનગર પોલીસ ચોકી વાળી શેરી, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે યોજાશે. સમગ્ર કાર્યક્રમમાં રાજકીય કારકિર્દી અંગે માહિતગાર કરવા માટે રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ સાહેબ વિશેષ ઉપસ્થિત રહેવાના છે અને વિદ્યાર્થીઓને અને યુવાનોને માહિતગાર કરવાના છે. વિશેષ મેયર સાહેબની રાજકીય સફર વિશે વાત કરવામાં આવે તો સામાન્ય કાર્યકરથી મહેનત કરતા કરતા આજે તેવો રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર તરીકેના પદને શોભાવી રહ્યા છે.  ત્યારે એમના અનુભવના નીચોડ અંગેનું માર્ગદર્શન તેઓ આપવાના છે. સાથે સાથે બીજા વક્તા તરીકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજભાઈ નરેશભાઈ પટેલ પણ રાજકીય કારકિર્દી અંગેનું સુંદર મજાનું વક્તવ્ય આપવાના છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ સર્વસમાજની સેવાથી લઈ રાષ્ટ્ર સેવાના સંકલ્પને સાકાર કરવા આગેકૂચ કરી રહ્યું છે ત્યારે સર્વજ્ઞાતિઓ અને સર્વ સમાજને સાથે લઈ અને ખોડલધામ દ્વારા આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં 15 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના વ્યક્તિઓ ભાગ લઈ શકે છે. આમ પણ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ એટલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ છે અને વિદ્યાર્થી એટલે વ્યક્તિના જન્મ થી લઈને મૃત્યુ સુધી એ વ્યક્તિ જીવનના દરેક રંગમંચ પર કઈક શીખતો જ આવ્યો છે. એટલા માટે એમને વિદ્યાર્થી કહેવામાં આવ્યો છે. ત્યારે KDVS ની રચના માનનીય શ્રી નરેશભાઈ પટેલ સાહેબની પ્રેરણાથી અને સંજયભાઈ પાદરીયા સાહેબના માર્ગદર્શનથી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમના પ્રતિનિધિત્વ અને હોદ્દેદારશ્રીઓની પણ તાજેતરમાં જ નિમણૂકો કરવામાં આવી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની યુવા પાંખ એક યુવાનનું મજબૂત સંગઠન છે જેમાં સમગ્ર ગુજરાતમાં 10 હજારથી વધુ યુવાનો સંગઠનની અંદર જોડાઈને સેવા કરી સમાજ સેવાથી રાષ્ટ્ર સેવાના સંકલ્પના સાકાર કરી રહ્યા છે. શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા ચલાવવામાં આવનાર ક્લાસિસમાં અત્યાર સુધી અસંખ્ય વિદ્યાર્થીઓ ખૂબ જ નજીવી ફી અભ્યાસ કરી અને પાસ થઈ અને ગુજરાત સરકારમાં અલગ અલગ જગ્યા ઉપર પોતે ફરજ બજાવી રહ્યા છે. વિશેષ વિદ્યાર્થીઓમાં સેવાના વિચારો પણ રોપણ કરવામાં આવે છે.  

સાથે સમગ્ર કાર્યક્રમનું લાઈવ શ્રી ખોડલધામના ઓફિશિયલ ફેસબુક પેજ તેમજ KDVS ના ઓફિશિયલ ફેસબુક પેજ youtube ના માધ્યમથી પણ કરવામાં આવનાર છે.  સર્વ સમાજને સાથે લઈ અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ રાષ્ટ્ર વિકાસના નિર્માણના સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહી છે.

(રાજકોટ)



Spread the love

Related posts

 સંચાલકની અટકાયત કરવામાં આવી;શ્રમ વિભાગ અને પોલીસનો દરોડો દરેડ GIDCમાં આવેલા કારખાનામાં બ્રાસની ભઠ્ઠીમાંથી બે બાળમજૂરોને મુક્ત કરાવાયા 

Team News Updates

ઘૂઘરા ખાવાના શોખીનો સાવઘાન:ઈશ્વર ઘૂઘરાવાળાની ચટણીમાં બિમારી નોતરતા રંગની ભેળસેળ, નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં કાયદેસરની કાર્યવાહી કરાશે

Team News Updates

સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા બાગેશ્વાર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ

Team News Updates