News Updates
ENTERTAINMENT

સુહાના ખાન ₹12.91 કરોડની પ્રોપર્ટીની માલિક બની:અલીબાગમાં 1.5 એકર જમીન ખરીદી; ખેતી કરવા માટે ખરીદાઇ છે જમીન

Spread the love

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને 23 વર્ષની ઉંમરમાં 12.91 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે કલાકારો એક-બે ફિલ્મો કર્યા પછી પ્રોપર્ટી ખરીદે છે. અહીં સુહાના પોતાના ડેબ્યુ પહેલા જ આટલી મોંઘી પ્રોપર્ટી ખરીદી ચૂકી છે.

સુહાનાની આ પ્રોપર્ટી મહારાષ્ટ્રના પ્રખ્યાત અલીબાગ આઇલેન્ડ પર છે. સુહાનાની આ પ્રોપર્ટીનો વિસ્તાર 1.5 એકરમાં ફેલાયેલો છે, જેમાં 2,218 સ્ક્વેર ફૂટમાં ઘર પણ બનેલું છે. તેના કાગળો પર પેઢીની જમીન લખેલી છે, જેનો અર્થ છે કે આ જમીન ખેતી માટે લેવામાં આવી છે.

સ્ટેમ્પ ડ્યુટી પાછળ રૂ. 77.46 લાખનો ખર્ચ કર્યો
‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના રિપોર્ટ અનુસાર, સુહાનાની પ્રોપર્ટી 1 જૂનના રોજ નોંધવામાં આવી હતી. 77.46 લાખ રૂપિયા માત્ર સ્ટેમ્પ ડ્યુટી પાછળ ખર્ચવામાં આવ્યા છે. સુહાનાએ આ મિલકત ત્રણ બહેનો અંજલિ, રેખા અને પ્રિયા ખોત પાસેથી ખરીદી છે, જેમને આ મિલકત વારસામાં મળી હતી.

જો રિપોર્ટ્સનું માનીએ તો અલીબાગમાં શાહરૂખ ખાનનો આલીશાન બંગલો આ વિસ્તારથી લગભગ 12 મિનિટના અંતરે છે. આ બંગલામાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. શાહરૂખ અવારનવાર ત્યાં પોતાના જન્મદિવસની પાર્ટીઓ ઉજવે છે. આ સિવાય રજાના દિવસોમાં પણ તેઓ ત્યાં જતો રહે છે.

શાહરૂખ ખાનનો અલીબાગનો આ બંગલો સી-ફેસિંગ છે. અહેવાલો અનુસાર, તે 19,960 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. આ આલીશાન બંગલામાં હેલિપેડ પણ છે. આ ઘરનું ઈન્ટિરિયર તેની પત્ની ગૌરી ખાને કર્યું છે.

રણવીર-દીપિકાથી લઈને વિરાટ-અનુષ્કા સુધીની પ્રોપર્ટી અલીબાગમાં છે
અલીબાગ હંમેશાં સેલિબ્રિટીઓની પહેલી પસંદ રહ્યું છે. દીપિકા-રણવીર અને અનુષ્કા-વિરાટે પણ અહીં પ્રોપર્ટી ખરીદી છે. રણવીર-દીપિકાની પ્રોપર્ટીની કિંમત 22 કરોડ રૂપિયા છે. બંનેએ મિલકત માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 1.32 કરોડ ચૂકવ્યા હતા.

તેમની પ્રોપર્ટી અલીબાગ નજીક મપગાંવમાં છે, જે 9,000 ચોરસ મીટરમાં ફેલાયેલી છે. તે જ સમયે, વિરાટ-અનુષ્કાએ ગયા વર્ષે 19.24 કરોડ રૂપિયામાં 8 એકર જમીન પણ ખરીદી હતી. મળતી માહિતી મુજબ, બંને ત્યાં એક આલીશાન ફાર્મહાઉસ બનાવવાનું વિચારી રહ્યા છે.

ફિલ્મોમાં આવતાં પહેલાં જ સુહાના ઇન્ટરનેશનલ બ્યુટી બ્રાન્ડની એમ્બેસેડર બની હતી
સુહાનાની વાત કરીએ તો તે હાલમાં જ ન્યૂ યોર્કની બ્યુટી બ્રાન્ડ ‘મેબેલિન’ની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. ફિલ્મોમાં આવતાં પહેલાં તેની લોકપ્રિયતા કોઈ સ્ટારથી કમ નથી. ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટારકિડ્સમાં તે સૌથી વધુ ચર્ચિત છે.

તે શાહરૂખ ખાનની એકમાત્ર પુત્રી છે. તેનો જન્મ 2000માં થયો હતો. તેનો એક મોટો ભાઈ આર્યન ખાન અને એક નાનો ભાઈ અબરામ ખાન છે. તેણે ન્યૂ યોર્કમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સુહાના ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે


Spread the love

Related posts

ISSF ફાઈનલ ઓલિમ્પિક ક્વોલિફિકેશન ચેમ્પિયનશિપમાં 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો;પલક શૂટિંગમાં 20મો ઓલિમ્પિક ક્વોટા જીત્યો

Team News Updates

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ બરાબરના ફસાયા:અંતે મુંબઈ પોલીસે અસિત મોદી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી, જલ્દી જ ધરપકડ થઈ શકે છે

Team News Updates

મહામારી વચ્ચે ભારતમાં સ્વદેશી વેક્સીન બનાવનાર Corona Warriersની રીયલ સ્ટોરી

Team News Updates