આવતીકાલે અખાત્રીજ છે ત્યારે ખેડૂતો ખેતીના કામની શરુઆત શુભમુહૂર્તમાં બળદ અને ટ્રેક્ટરનું પૂજન અર્ચન કરીને કરશે. બીજી તરફ હિંમતનગર તાલુકાના કાટવાડ ગામે રહેતા જશવતસિંહ ચૌહાણના ખુલ્લા ખેતરમાં ટીંટોડી એક નહિ પણ ચાર ઈંડા મુક્યા છે. ખેડૂતે પણ ઈંડાને ગરમીમાં રાહત રહે તેની વ્યવસ્થા કરી છે. તો આગાહીકારો પણ ટીંટોડીના ઈંડા મુકવાની જગ્યાને લઈને વરસાદનો વરતારો કરતા જોવા મળ્યા છે.