News Updates
GUJARAT

3.4 રિકટર સ્કેલનો આંચકો અનુભવાયો લખપતના દયાપરમાં, 25 કિમી દૂર પાકિસ્તાનમાં નોંધાયું કેન્દ્રબિંદુ લખપતથી 

Spread the love

કચ્છમાં 2001ના ભૂકંપ બાદ સતત નાના મોટા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. આજે પણ લખપતના દયાપરમાં બપોરે 3 વાગ્યેને 50 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.આંચકાનું કેન્દ્ર બિંદુ લખપતથી 25 કિમી દૂર પાકિસ્તાનમાં નોંધાયું હતું. .

ભૂકંપના જાણે પરાર્ય બની ગયા હોય તેમ સરહદી કચ્છ જિલ્લામાં સમયાંતરે ધરા ધ્રુજવાની ઘટના સિસમોલોજી કચેરી ખાતે નોંઘાતી રહે છે. ત્યારે ભૂકંપના દોરને યથાવત રાખતો ધરતીકંપનો વધુ એક આંચકો આજે જિલ્લાની છેવાડે આવેલા લખપત થી 25 કિલોમીટર દૂર સામે પાર પાકિસ્તાનમાં નોંધાયો હતો. બપોરે 3.50 મિનિટે 3.4ની તિવ્રતા ધરાવતો આંચકો સરહદ નજીક પાકિસ્તાનના નિર્જન સ્થળે અંકિત થયો હતો. જેની સામાન્ય અસર લખપતના વડા મથક દયાપરમાં પણ વર્તાઈ હતી.

નોંધનીય છે કે જૂન માસની ગત 4 તારીખે રાપરના બેલાથી 44 કિલોમીટર દૂર 3.3ની તિવ્રતાનો આફ્ટરશોક વાગડ ફોલ્ટલાઈન ઉપર નોંધાયો હતો, જેના 21 દિવસ બાદ એક દિવસ પૂર્વે તા.26ના ધોળાવીરા થી 100 કિલોમીટર દૂર સરહદની સામે પાર પાકિસ્તાનમાં બપોરે 4.41 .મિનિટે 2.8ની તિવ્રતા નો આંચકો નોંધાયા બાદ એજ દિવસે એક કલાક બાદ સાંજે 5.55 મિનિટે ભચાઉથી 14 કિલોમીટર દૂર 2.7ની તિવ્રતા સાથે ધરા ધ્રુજી ઉઠી હતી.


Spread the love

Related posts

OREVA કંપનીનાં JAYUSUKH PATELનાં જામીન સુપ્રીમ કોર્ટે કર્યા મંજુર

Team News Updates

રાજકોટની સોનીબજારમાંથી પકડાયું આતંકી મોડ્યૂલ:બંગાળના 3 શખસ અલકાયદાનો પ્રચાર કરતા, ગુજરાત ATSના 3 અધિકારીએ વેશ પલટો કરી ત્રણેયને ઝડપ્યા

Team News Updates

T20 World Cup 2024:એક તો સાથે વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે;અમદાવાદ, સુરત, જામનગર અને આણંદના ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન

Team News Updates