News Updates
GUJARAT

ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય મુદ્દે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી, ટૂંક સમયમાં નિર્ણય લેવાશે: રાઘવજી પટેલ

Spread the love

ગુજરાતમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ પૂર્વે જિલ્લા વાઇઝ પ્રિ-વાઇબ્રન્ટનાં આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે રાજકોટનાં કાલાવડ રોડ પરની રિજન્સી લગુન હોટેલ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કપાસનાં ભાવો અને નુકસાની અંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, પાછોતરા વરસાદને કારણે કપાસને નુકસાન થયાનો સ્વીકાર કરું છું. આ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ કરી છે. અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

ખેડૂતોના હિતમાં સરકાર વિચાર કરશેઃ રાઘવજી પટેલ
કપાસના નીચા ભાવ અંગે રાઘવજી પટેલે જણાવ્યું કે, કોઈપણ વસ્તુના ભાવની વધઘટ માંગ અને પુરવઠા ઉપર તેમજ વૈશ્વિક બજાર ઉપર આધારિત હોય છે. જોકે, આ દરમિયાન ખેડૂતોને નુકસાન ન થાય તે માટે જ સરકારે વાવેતર પહેલા જ ટેકાના ભાવ નક્કી કર્યા હોય છે. જ્યારે ભાવ ટેકાના ભાવ કરતા નીચે જાય એટલે તરત કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેની તાત્કાલિક ખરીદી શરૂ કરવાની છે. તો રાજ્યમાં પડેલા પાછોતરા વરસાદથી ખેડૂતોને કપાસમાં મોટું નુકસાન થવા અંગે જણાવ્યું હતું કે,’હું આ વાતનો સ્વિકાર કરું છું’… રાજ્યના મુખ્યમંત્રી સાથે કપાસમાં નુકસાની મુદ્દે ચર્ચા કરી છે. ત્યારે ખેડૂતોના હિતમાં સરકાર વિચાર કરશે.

પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોના મોટી હાજરી
ઉલ્લેખનીય છે કે, આ પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં રાજકોટનાં ઉદ્યોગકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કરોડો રૂપિયાની કિંમતના mou થવાની શક્યતા છે. જેનાથી રાજકોટ શહેર-જિલ્લાના અનેક લોકોને રોજગાર મળશે. તેમજ આ પ્રિ-વાઇબ્રન્ટ સમિટનો સીધો લાભ ગુજરાત સરકાર દ્વારા યોજાનાર વાઇબ્રન્ટ સમિટને મળશે. આ પહેલા શાપર-વેરાવળમાં આયોજીત પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં પણ 7 હજાર કરોડ રૂપિયા કરતા વધુ રકમના mou થયા હતા.


Spread the love

Related posts

દિવાળીની સજાવટ માટે ઘરે જ બનાવી શકાય છે ડિઝાઇનર દીવા બનાવો, જાણો રીત

Team News Updates

કંગના રનૌતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ ઝુકાવ્યું:કહ્યું, ‘ભગવાન કૃષ્ણ ઈચ્છશે તો હું લોકસભા ચૂંટણી લડીશ’

Team News Updates

વડાપ્રધાન મોદીની જાહેરાત:હવેથી CBSCમાં એકસમાન કોર્સ, NCERT નવા પુસ્તકો તૈયાર કરી રહી છે; આપણે અંગ્રેજીને મહત્વ આપીને માતૃભાષાઓને પછાત ગણીએ છીએ તે દુખની વાત

Team News Updates