૯ જુન થી ૧પ જુન સુઘી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો
પૂજય ગુરૂવર્યોના આશીર્વાદ – જૈન સમાજ ધર્મમય બની ઉમટી પડશે
માતૃ પિતૃ વંદના, મહેંદી રસમ, નૃત્ય સાથે સાંજીના ગીતો,સંવાદ દરરોજ ભાવના વગેરે ભકિતસભર કાર્યક્રમનું સુંદર આયોજન
અનુકંપા દાન, જીવદયા અને ભકિતપાલનું સુંદર મજાનું આયોજન
ઉરમા ઉમંગ છે, ખુશીઓનાં પુર છે
જીરાવલા પાર્શ્વનાથદાદાને વધાવવા, શ્રી સંઘ ખૂબ આતુર છે.
ધર્મપ્રેમી અને રમણીય રાજકોટ નગર મધ્યે આનંદ મંગલ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ – રાજકોટ સંચાલિત ભકિતવર્ધક જૈન સંઘ, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ, રાજકોટનાં આંગણે જગજયવંતા શ્રી જીરાવલા પાર્શ્વનાથ પરમાત્મા આદિની શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ જિનાલયનાં મુખ્ય લાભાર્થી શ્રી ભાવિનભાઈ ખીમચંદભાઈ મહેતા પરિવાર (ભાણવડવાળા) ના સહયોગથી તથા અન્ય દાતા પરિવારશ્રીઓના સહયોગથી પ્રતિષ્ઠા પર્વ નિશ્રા પ.પૂ. આ.શ્રીમદ વિજય મનમોહનસૂરીશ્વરજી મ., પ.પૂ.આ.શ્રીમદ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ., પ.પૂ. આ. શ્રીમદ વિજય જયધર્મસૂરીશ્વરજી મહારાજ આદી ૧પ ઠાણા ના આશીર્વાદથી કુલ સાત દિવસ નો ભવ્યાતિભવ્ય પ્રસંગનું આયોજન થનાર છે.
જેમાં પ્રથમ દિવસ ૯ જુન શુક્રવાર અમૃત ઘાયલ હોલ, રાજકોટ સાંજે મહેંદી રસમ અને સાંજી નાં ગીતો નું આયોજન તેમજ બીજો દીવસ ૧૦ જુન ર૦ર૩ શનિવારનાં રોજ ૪ રઘુવીર કોર્નર પાટીદાર ચોક પાસે સાધુવાસવાણી રોડ, રાજકોટ સવારે ૬:૩૦ કલાકે ક્ષેત્રપાલ પૂજન, લઘુ નંદાવર્ત પૂજન, સોળવિદ્યાદેવી પૂજન, ભૈરવ પૂજન, અષ્ટમંગલ પૂજન, નવગ્રહ પૂજન, દશ દિકપાલ પૂજન, શ્રી લઘુ સિધ્ધચક્ર પૂજન અને શ્રી લઘુ વીસસ્થાનક પૂજન તેમજ બપોરે નૂતન જિનમંદિરમાં પ્રભુજીનું ચ્યવન કલ્યાણક, માતા-પિતા, ઈન્દ્ર ઈન્દ્રાણીની સ્થાપના, ચેોદ સ્વપન દર્શન અને રાત્રે ૮:૩૦ કલાકે ભાવના જયારે ત્રીજો દીવસ ૧૧ જુન ર૦ર૩ રવિવાર નાં રોજ વારાણસી નગરી, કવિ શ્રી અમૃત ઘાયલ હોલ, એસ.એન.કે.સ્કુલની પાછળ, આકાશવાણી ચોક પાસે, સેોરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, રાજકોટ સવારે ૬:૧પ કલાકે નૂતન જિનમંદિરમાં પ્રભુજીનું જન્મ કલ્યાણક વિઘાન સવારે ૯:૦૦ કલાકે સ્ટેજ પ્રોગ્રામ, પ્રભુજીનો જન્મ કલ્યાણક, પ૬ દિકકમુારી, મેરૂપર્વત પર ઈન્દ્ર ઈન્દ્રાણી દવારા અભિષેક થશે.
બપોરે ૪ રઘુવીર કોર્નર પાટીદાર ચોક પાસે સાધુવાસવાણી રોડ, રાજકોટ શ્રી જીરાવલા સંઘનું સ્વામીવાત્સલ્ય તેમજ બપોરે ર:૩૦ કલાકે નૂતન જિનાલયમાં પરમામત્માનાં ૧૮ અભિષેક, ધજાદંડ અને શિખર કળશના અભિષેક અને રાત્રે ૮:૩૦ કલાકે માતૃપિતૃ વંદના નો કાર્યક્રમ, ચોથો દિવસ ૧ર જુન ર૦ર૩ સોમવાર નાં રોજ વારાણસી નગરી, કવિ શ્રી અમૃત ઘાયલ હોલ, એસ.એન.કે.સ્કુલની પાછળ, આકાશવાણી ચોક પાસે, સેોરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, રાજકોટ સવારે ૯:૦૦ કલાકે સ્ટેજ પ્રોગ્રામ, પ્રભુની જન્મ વઘાઈ, ફઈઆરૂ, પાઠશાળા ગમન, બપોરે ર:૦૦ કલાકે મામેરૂ, લગ્ન મહોત્સવ, રાજયાભિષેક, નવ લોકાંતિકદેવો દવારા વિનંતી, રાત્રે ૮:૩૦ કલાકે : ભાવના અને બહુમાન, પાંચમો દિવસ ૧૩ જુન ર૦ર૩, મંગળવાર ૪ રઘુવીર કોર્નર પાટીદાર ચોક પાસે સાધુવાસવાણી રોડ, રાજકોટ સવારે ૭:૦૦ કલાકે પ્રભુજીની દીક્ષાનો ભવ્યાતિભવ્ય વરઘોડો, નૂતન જિનમંદિરમાં કલ્યાણક, રાત્રે ભાવના અધિવાસના-અંજન વિધિ, છઠો દિવસ ૧૪ જુન ર૦ર૩ બુધવાર ૪ રઘુવીર કોર્નર પાટીદાર ચોક પાસે સાધુવાસવાણી રોડ, રાજકોટ સવારે ૮:૪પ કલાકે પરમપૂજય પંન્યાસ પ્રવર શ્રી વ્રજસેનવિજય ગણિવર્યશ્રીની દિતિય વાર્ષિક સ્વર્ગારોહણ તિથી નિમિતે ગુરૂ-ગુણ વંદના તેમજ શુભ મુહૂર્તે શ્રી નૂતન જિનમંદિરમાં પ્રભુજીની પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ.
ત્યારબાદ પ્રથમ માંગલિક અને વ્યાખ્યાન, વિજય મુહૂર્તે જિનાલયમાં શ્રી લઘુશાંતિ સ્નાત્ર પૂજન, રાત્રે ૮:૩૦ કલાકે ભાવના, સાતમો દિવસ ૧પ જુન ર૦ર૩ ગુરૂવાર નાં રોજ ૪ રઘુવીર કોર્નર પાટીદાર ચોક પાસે સાધુવાસવાણી રોડ, રાજકોટ સવારે શુભ મુહૂર્તે નૂતન જિનાલયનું દવાર ઉદઘાટન સવારે ૯:૩૦ કલાકે નૂતન જિનાલયમાં સતરભેદી પૂજા-શ્રી જીરાવલા મહિલા મંડળ ભણાવશે. શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનના જિનાલય નિર્માણમા પાયાથી લઈને દરેક કાર્યમાં પ્રમુખશ્રી દિલીપભાઈ દેસાઈ (૭૯૯૦પ૭૦૮૧૧) તથા ટ્રસ્ટી મંડળનાં સર્વે શ્રી વિરેન્દ્રભાઈ મહેતા, શ્રી નરેન્દ્રભાઈ શાહ, શ્રી અનિલભાઈ મહેતા, શ્રી ગિરીશભાઈ શાહ, શ્રી પ્રકાશભાઈ શાહ, શ્રી જયેન્દ્રભાઈ શાહ, શ્રી સમીરભાઈ કાપડીયા, શ્રી જિનેશભાઈ શાહ, શ્રી જનકભાઈ મહેતા તથા યુવક મંડળનાં તમામ ભાઈઓ અને મહીલા મંડળ તથા યંગ લેડી યુવા ગ્રુપના તમામ બહેનો અને સકળ સંઘના સભ્યો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી પરમાત્માના આ પ્રતિષ્ઠા પર્વને દિપાવવા ખૂબ અનુમોદનીય કાર્યો કરી રહયા છે.
(રાજકોટ)