News Updates
SURAT

ગુજરાત પોલીસના એક જ દિવસમાં 851 સ્થળો પર દરોડા, 152 આરોપી સામે ગુનો; 105ની ધરપકડ, 27 સ્પા-હોટલના લાઈસન્સ રદ

Spread the love

રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસે રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડિંગ તથા હોટલ પર દરોડા શરૂ કર્યા છે. આ સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ ગુજરાત પોલીસની અલગ અલગ ટીમોએ એક જ દિવસમાં 851 સ્થળો પર રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે.

27 સ્પા તથા હોટલોના લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી
પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં રાજ્યભરમાંથી 152 આરોપી સામે ગુનો દાખલ કરી 103 એફઆઇઆર નોંધવામાં આવી છે. 152 આરોપીઓમાંથી 105ની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં પોલીસે 27 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાઈસન્સ રદ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.

ગૃહ રાજ્યમંત્રીની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવા સૂચના
તા. 17 ઓક્ટોબરના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ અધીક્ષક, રેન્જ અધિકારી, પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપી હતી. જેને લઈ સમગ્ર રાજ્યમાં તા. 18 ઓક્ટોબરથી આવા શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને બંધ કરાવવામાં આવશે.

સંચાલક એક ગ્રાહક પાસેથી 4000થી 5000 પડાવતો
ગુજરાત પોલીસ યુનિટોને સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિ ઉપર અસરકારક કાયદાકીય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જે આદેશ બાદ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ઝોન વાઈઝ પોલીસ ટીમો, ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી માહિલા સેલ, AHTU, IUCAWની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી 50 કેસ કરવામાં આવ્યા છે. તો રાજકોટમાં પણ 50 સ્પામાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી સોસાયટીના ઘરમાં સ્પાના નામે દેહવ્યાપાર થતો હોવાનો પર્દાફાશ થયો હતો. આ રેડમાં ચાર યુવતીને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી. તેમજ એક શખસની ધરપકડ કરી હતી. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સંચાલક એક ગ્રાહક પાસેથી 4000થી 5000 રૂપિયા પડાવતો હતો.

સુરતમાં એક જ દિવસમાં 50 કેસ કર્યા
શહેર તથા જિલ્લા પોલીસ યુનિટોને સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિ ઉપર અસરકારક કાયદાકીય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. સુરતમાં અલગ-અલગ ટીમો બનાવી આયોજનબદ્ધ રીતે દરોડા પાડવામાં આવ્યા હતા. બનાવેલી અલગ-અલગ ટીમો દ્વારા સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોય તેવી જગ્યાઓ અંગે બાતમી મેળવી તમામ ટીમો દ્વારા શહેરમાં વિવિધ જ્ગ્યાઓએ એકસાથે રેડ કરવામાં આવી હતી. જે તમામ જગ્યાએ ઝોન-1થી 6ની ટીમો તથા ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી માહિલા સેલ, AHTU, IUCAWની ટીમો દ્વારા અસરકારક દરોડા પાડી એક જ દિવસમાં 50 કેસો કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં અલગ-અલગ સ્પામાં 50 કેસો કરતાં સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

વડોદરામાં 4 યુવતીને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી
વડોદરા શહેરમાં ચાલતી ગેરપ્રવૃત્તિ સામે શહેર પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાઓના આધારે AHTU અને ઝોન 2 એલસીબી ટીમ દ્વારા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી સોસાયટીમાં રહેણાક વિસ્તારમાં ધમધમતું કૂટણખાના સામે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 4 યુવતીઓને દેહવ્યાપારના દૂષણથી મુક્ત કરાવી એકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ સાથે AHTU દ્વારા અન્ય બે સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે.

રહેણાક વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું
ઝોન 2 એલસીબી સ્કોડની ટીમને બાતમી મળી હતી કે, વિપુલ ગોસ્વામી નામનો શખસ જે શાંતિકુંજ સોસાયટી નં. 7 આત્રેય બંગલો વોર્ડ નં. 6ની પાસે જૂના પાદરા રોડ પર પોતાના આર્થિક ફાયદા માટે રાજ્ય બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતાના ઘરમાં રાખી ઈચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દીઠ રૂપિયા 4000થી 5000નો ભાવ લઈ દેહવ્યપારનો ધંધો કરે છે.

પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
આ બાતમીના આધારે AHTUના પોલીસ ઈન્સ્પેક્ટર ડો. બી.બી. પટેલ સાથે ઝોન 2 એલસીબી સ્કોડની ટીમે રેડ કરતા સ્થળ પરથી ચાર યુવતીઓ મળી આવી હતી. આ યુવતીઓને દેહવ્યાપારના આ દૂષણમાંથી મુક્ત કરાવી હતી. આ કાર્યવાહીમાં મોહમ્મદ સૈફુદ્દીન કમરુદ્દીન (હાલ રહે-સદર મકાનમાં મૂળ રહેનારી કેલબારી, સમપારા, બેલડાંગા, પશ્ચિમ બંગાળ) સામે જે.પી. રોડ મથકમાં ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ વર્ષ 1956ની કલમ 3, 4, 5 અને IPC કલમ 144, 188 મુજબની ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે વિપુલ ગોસ્વામીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

રોજકોટના 50 સ્પામાં એકસાથે રેડ
રાજકોટ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શહેરમાં ચાલતા સ્પામાં એકસાથે ધોંસ બોલાવી હતી. શહેરના 50 સ્પામાં ચેકિંગ કામગીરી હાથ ધરાતા સ્પા સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ સાથે જ દરોડા કામગીરી આગામી સમયમાં પણ શરૂ રાખવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


Spread the love

Related posts

ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા

Team News Updates

‘જેને સહારો આપ્યો તેને અંધારામાં રાખી પ્રેમ લગ્ન કરવા યોગ્ય નથી’, લવ મેરેજ મુદ્દે નરેશ પટેલનું મોટું નિવેદન

Team News Updates

ક્રાઇમ પેટ્રોલ જેવી મર્ડર મિસ્ટ્રી:પત્નીએ દીકરીઓ સાથે મળી ગુજરાતમાં પતિને મોતને ઘાટ ઉતાર્યો; વતન પહોંચી પરિવારને કહ્યું, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મોત થયું

Team News Updates