News Updates
SURAT

સુરતમાં મોડલનું સુસાઈડ:વેસુના હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં તાન્યા ભવાનીસિંગે ફાંસો ખાદ્યો, પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાની આશંકા

Spread the love

સુરતમાં એક મોડલ તરીકે કામ કરતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. વેસુના હેપ્પી એલિગન્સ રેસિડેન્સી આપઘાતનો બનાવ બન્યો હતો. તાન્યા ભવાનીસિંગે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શંકામાં ગરકાવ છે.

પિતા મિલ કામદાર અને તાન્યા એકની એક દીકરી
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એલિગન્સ રેસિડેન્સી ખાતે 28 વર્ષીય તાન્યા ભવાની સિંગ પરિવાર સાથે રહેતી હતી. તાન્યાના પિતા મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તાન્યાને અન્ય એક ભાઈ છે.

પોલીસે આપઘાત મામલે તપાસ હાથ ધરી
28 વર્ષીય યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક યુવતી મોડલ તરીકે કામ કરતી હતી. હાલ મોડલના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રેમ પ્રકરણની આશંકા સેવવામાં આવી રહી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘરમાં દીકરીની લટકતી લાશ જોઈ પરિવાર આઘાતમાં
તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં મોડલ તરીકે કામ કરતી હતી. ગત રોજ રાત્રે તાન્યા ઘરે લેટ આવી હતી. દરમિયાન મોડી રાતે તાન્યાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો. સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.

લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડાઈ
વ્હાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હાલ તેના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રેમ પ્રકરણમાં આપઘાતની પગલું ભરી લીધું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તાન્યાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

SURAT:કોઈ વેચે કે પીવે તો દંડ લેવાય છે,બારડોલીના ગામોમાં દારૂબંધીનું સ્વયંભૂ પાલન

Team News Updates

સુરતમાં યુવક દોટ મુકીને સામેથી આવતી સ્કૂલબસ નીચે સૂઈ ગયો, રસ્તા પર જ તડપી તડપીને મોત

Team News Updates

FBમાં જીવતા મળ્યા 17 વર્ષે મૃત પિતા :પોતે મૃત્યુ પામ્યાની અફવા ફેલાવી ચાર સંતાન-પત્નીને તરછોડી ડાકોરમાં બીજો સંસાર માંડ્યો,સુરતથી નોકરીની શોધમાં ગયા બાદ આવ્યા જ નહીં

Team News Updates