News Updates
SURAT

ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત, 11 જૂને સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપશે, જાણો તેમના અન્ય કાર્યક્રમ

Spread the love

બાબા બાગેશ્વર 11 જુને સુરતની મુલાકાતે આવવાના છે. મળતી માહિતી પ્રમાણે તેઓ એક સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાના છે. બાબા બાગેશ્વરના ગુરૂ રામભદ્રાચાર્ય પણ સુરત આવશે.

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને ગુજરાતની મુલાકાત લઇને ગયાને હજુ બે જ દિવસ થયા છે. ત્યાં ફરીથી તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે. તેવી માહિતી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી 26 જૂનથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં હતા. તેમણે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં દિવ્ય દરબાર સહિતના કાર્યક્રમ યોજ્યા હતા. ત્યાં હવે ફરીથી તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે. 11 જૂને બાબા બાગેશ્વર સુરતમાં આવવાના છે.

બાગેશ્વર ધામ (Bageshwar Dham) સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ફરી એક વાર ગુજરાતમાં આવવાના છે. તેઓ 11 જુને સુરતની મુલાકાતે આવવાના છે. મળતી માહિતી પ્રમાણે તેઓ એક સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાના છે. બાબા બાગેશ્વરના ગુરૂ રામભદ્રાચાર્ય પણ સુરત આવશે. સુરત એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી શોભાયાત્રા યોજાશે.

ધીરેન્દ્ર શાસ્ત્રી 11 જૂને સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાના છે. તેમની સાથે બાબાના ગુરૂ રામભદ્રાચાર્ય પણ સુરત આવવાના છે.  જો કે બાબા બાગેશ્વરના આ સાથે જ ગુજરાતમાંઅન્ય કાર્યક્રમો પણ છે. મળતી માહિતી પ્રમાણે સુરત એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી તેમની શોભાયાત્રા યોજાવાની છે. સુરતના ઉધના વિસ્તારના તેરાપદ ભવનમાં તેમના સંવાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. રામભદ્રાચાર્ય શોભાયાત્રામાં હાજર રહેવાના છે.

આ પહેલા વડોદરામાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. દિવ્ય દરબારમાં બાબાએ ભક્તોના પ્રશ્નોનું સમાધાન અને તેનો ઉકેલ બતાવ્યો. દરેક દરબારની જેમ બાબાએ ભક્તોની અરજી સ્વીકારી અને તેમના દુઃખ દુર કરવાનો પ્રયાસ કર્યો હતો.

વડોદરામાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક એવા વ્યક્તિની પ્રશંસા કરી જેને લઇને હાજર સૌ કોઇ આશ્ચર્યમાં મુકાયા હતા. આ વ્યક્તિનું નામ હતું ઇકબાલ કડીવાલા. બાબાના દિવ્ય દરબારમાં જાહેર મંચ પરથી એક મુસ્લિમ અગ્રણીની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી અને આ પ્રશંસા કરી ખુદ બાબા બાગેશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારના આયોજનમાં સહાયક ભૂમિકા ભજવવા બદલ ઇકબાલ કડીવાલાના વખાણ કર્યા અને ઇકબાલ કડીવાલાની વિરોધીનો મ્હો પર થપ્પડ સાથે સરખામણી કરી.


Spread the love

Related posts

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

65 વર્ષના મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યું સુરતમાં 5 વર્ષની બાળકી પર;જેને દાદા કહેતી તેણે જ પીંખી નાખી,લોહી નીકળતા પરિવાર હોસ્પિટલ લઈ ગયો ને ભાંડો ફૂટ્યો

Team News Updates

 USDTમાં કન્વર્ટ કરી 87 કરોડ ચાઈનીઝ ગેંગને આપ્યા:મુખ્ય સૂત્રધાર;સુરતમાં પાનની દુકાન ચલાવતો મિલન,વિવેક શિકારને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવતો

Team News Updates