News Updates
SURAT

તમારી જાણ બહાર તમારા Aadhar Card અને PAN Cardનો બેફામ ઉપયોગ થાય છે, Surat Policeની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી

Spread the love

હાલના ટેક્નોલોજી(Technology)ની હરણફાળના યુગમાં ડિજિટલ સુવિધાઓ(Digital Facilities)વધવાની સાથે તેનો ગુનાહિત કૃત્ય (Criminal Acivities)માં દુરુપયોગ પણ જોવા મળી રહ્યો છે. બનાવટી આધારકાર્ડ અને પાનકાર્ડ(Fake Aadhar Card and PAN Card)ના દુરુપયોગના મામલાઓ પણ સામે આવે છે.લોન કૌભાંડમાં પોલીસ કમિશનર અજય તોમરે ભારત દેશની આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ વિગેરે જે તે સરકારી વેબસાઇટ પરથી જ એક્સેસ થયા હોવાની બાબત સરકારના ધ્યાન પર મૂકી હતી.

હાલના ટેક્નોલોજી(Technology)ની હરણફાળના યુગમાં ડિજિટલ સુવિધાઓ(Digital Facilities)વધવાની સાથે તેનો ગુનાહિત કૃત્ય (Criminal Acivities)માં દુરુપયોગ પણ જોવા મળી રહ્યો છે. બનાવટી આધારકાર્ડ અને પાનકાર્ડ(Fake Aadhar Card and PAN Card)ના દુરુપયોગના મામલાઓ પણ સામે આવે છે.

ગેરકાયદે ભારત દેશના નાગરિક બનવા માટે, દેશ વિરોધી પ્રવૃત્તિ માટે, જી.એસ.ટી. નંબર લેવા માટે, બેન્ક ખાતાઓ ખોલવા, મોબાઇલ સીમ કાર્ડ મેળવવા, ખોટી કંપની રજીસ્ટ્રેશન કરવા ,  ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા અને ખોટો આવક નો દાખલો બનાવવા જેવા ગુનાઓ આચરવા  સાયબર ક્રાઇમ કરતી ટોળકીઓ ખોટી ઓળખ ઉભી કરવા છેતરપિંડી કરી હાંસલ કરાયેલા  આધાર કાર્ડ(Aadhar Card) તથા પાનકાર્ડ (PAN Card) નો ઉપયોગ કરતી હોય છે.

સુરત પોલીસ(Surat Police)ની આર્થિક ગુના નિવારણ શાખા(Cyber Crime Cell/Economic Offences Wing) દ્વારા લોન કૌભાંડ(Loan Scam)ની તપાસ દરમિયાન Fake Bogus National ID Card બનાવવાના દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પર્સનલ લોન(Personal Loan) કૌભાંડની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ બનાવવા  http://premsingpanel.xyz નામની વેબસાઇટનો ઉપયોગ કરતા હતા. આગળની તપાસ દરમ્યાન http://premsingpanel.xyz નામની વેબસાઇટ સોમનાથ પ્રમોદકુમાર ઓપરેટ કરતો હતો.

આ વેબસાઇટ જેના નામે બનાવાઈ હતી તે પ્રેમસિંગ ધરમવીરસિંગ ઠાકુરની પણ ધરપકડ કરવામાં આવી હતી. સોમનાથ પ્રમોદકુમારની પુછપરછમાં બહાર આવેલી માહિતીના પગલે આ વેબસાઇટ બનાવી આપનારા હરીઓમસિંગ ઉર્ફે હર્સા દિનેશસિંગ જાતે સખવારની ધરપકડ કરાઇ હતી. આ કૌભાંડીઓ પાસે કબજે કરાયેલા લેપટોપ અને મોબાઇલ ફોન ઝીણવટપૂર્વકની તપાસમાં Cyber Expert ની મદદ લેવાઈ હતી. આ ગેઝેટ્સમાંથી આશરે 5 લાખ જેટલા ડેટા મળ્યા જતા. આ ઉપરાંત આશરે 3.5 લાખ આધારકાર્ડ તથા 1.5 લાખ  ડ્રાયવિંગ લાયસન્સ, ચુંટણી કાર્ડ, આયુષ્યમાન કાર્ડની માહિતી પણ મળી આવી હતી.

પોલીસ કમિશનર અજય તોમરે આ બાબતને ગંભીરતાપૂર્વક લઇ ભારત દેશની આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ વિગેરે જે તે સરકારી વેબસાઇટ પરથી જ એક્સેસ થયા હોવાની બાબત સરકારના ધ્યાન પર મૂકી હતી. કોઈપણ વ્યક્તિ વેબસાઇટ કે એપ્લિકેશન થકી આ પ્રકારનો ડેટાબેઝ એક્સેસ કરી શકે નહીં તે માટે કેન્દ્રની અલગ અલગ એજન્સીઓ સાથે પણ તોમરે પરામર્શ કર્યો હતો. સાથે જ આવા બનાવો બનતા અટકાવવા ટેકનીકલ સુચનો પણ કર્યા હતા.

તોમરની સુચનાથી અધિક પોલીસ કમિશ્નર ક્રાઇમ શરદ સિંઘલ અને મદદનીશ પોલીસ કમિશ્નર વિરજીતસિંહ પરમાર દિલ્હી ગયા અને સરકારી ડોક્યુમેન્ટ બનાવતી UIDAI , NSDL, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા – ECI , UTIITSL વિગેરે સંસ્થાઓ ઉપરાંત IT ડિપાર્ટમેન્ટ તથા ગુપ્તચર એજન્સીઓ સાથે મિટિંગ કરી હતી.દેશની આંતરિક સુરક્ષા મામલે મહત્વનું યોગદાન સુરત પોલીસની ઇકો સેલ દ્વારા અપાયું હતું. આ રેકેટની તપાસ ઇન્સ્પેક્ટર એન.જી.ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે.


Spread the love

Related posts

સુરતમાં માનવતા મહેંકી, 8 માસ પહેલા ખોવાયેલી સોનાની બે લગડી વ્યક્તિને પરત મળી

Team News Updates

સારવારમાં દમ તોડયો:ચાર ધામની યાત્રાએ ગયેલી સુરતની પરિણીતાનું બ્રેઈન સ્ટ્રોકના કારણે સારવાર દરમિયાન મોત, 13 દિવસ પહેલા એર એમ્બ્યુલન્સ મારફત સુરત ખસેડાઈ હતી

Team News Updates

SURAT: સુરતમાં ઓટોરિક્ષા ભડભડ બળીને ખાખ રોડ પર ,આગ લાગતાં અફરાતફરી

Team News Updates