News Updates
SURAT

18 વર્ષની ઉંમરે જ 11 ગોલ્ડ અને 7 સિલ્વર મેડલ જીત્યા,કાનમાં ડિવાઇસ અને હાથમાં રાઇફલ લઈને,ગુજરાતી શૂટર ચમક્યો વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં

Spread the love

18 વર્ષીય મોહમ્મદ વાનિયા જન્મથી જ સાંભળી શકતો નથી પરંતુ, તેની સિદ્ધિ સાંભળીને આજે દેશનો દરેક નાગરિક ગર્વ અનુભવે છે. મોહમ્મદ વાનિયા ગુજરાતનો પ્રથમ શૂટર કે, જેણે જર્મનીના હેનોવર ખાતે યોજાયેલી સેકન્ડ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 10 મીટર એરરાઇફલ શૂટિંગમાં એક સિલ્વર અને બ્રોન્ઝ મળી કુલ 2 મેડલ જીત્યા છે. ઈન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં તે બ્રોન્ઝ જ્યારે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઇન્ટરનેશનલમાં આ તેની ડેબ્યુ ટૂર્નામેન્ટ હતી.

કાનમાં ડિવાઇસ અને હાથમાં રાઇફલ લઈને નિશાન સાધતા મોહમ્મદ વાનિયાએ સાબિત કરી દીધું છે કે, જો તમારો નિશ્ચય મજબૂત હોય તો કોઈપણ મુશ્કેલી તમને હરાવી શકે નહીં. મોહમ્મદ 10 મહિનાનો હતો ત્યારે માતા-પિતાને ખબર પડી કે, તે જન્મથી ડેફ એન્ડ ડમ્બ છે ત્યારે સુરતમાં ઓડિયોલોજીની સારી સુવિધા ન હતી એટલે માતા-પિતા 5 વર્ષ સુધી અઠવાડિયે એકવાર મુંબઈ જતા. સાડા ચાર વર્ષનો હતો ત્યારે એનું ઓપરેશન કરાવી કોકલિયર ઇમ્પલાન્ટ કરાવ્યું હતું. હાલ એ નોર્મલ સ્કૂલમાં જાય છે પરંતુ, નોર્મલ છોકરાઓ જેટલા શબ્દો એની પાસે નથી હોતા. તે સેલ્ફ ડિપેન્ડન્ટ ફીલ કરે એટલું બોલી શકે છે. જો તે ઇમ્પલાન્ટ કાઢી નાંખે તો સાંભળવાની શક્તિ શૂન્ય થઈ જાય છે. તે માત્ર ડેફ એન્ડ ડમ્બ શૂટરની કેટેગરીમાં જ નહીં પરંતુ, નોર્મલ ખેલાડીઓની ટૂર્નામેન્ટમાં પણ નેશનલ પ્લેયર છે.

મોહમ્મદ વાનિયાના પરિવારને ખબર હતી કે, તે આ શારીરિક ખામી સાથે માત્ર એજ્યુકેશનથી ઇન્ડિપેન્ડન્ટ નહીં બની શકે એટલે તેને સ્પોર્ટ્સ પ્રત્યે પ્રોત્સાહિત કર્યો. એ દરેક સ્પોર્ટ્સમાં સારું પ્રદર્શન કરતો અને મેડલ જીતતો હતો. થોડાક સમય પછી અમને સમજાયું કે, વધારે હાર્ડવર્કવાળી રમતોના કારણે એનો પરસેવો ઇમ્પલાન્ટમાં જાય છે, જેના લીધે મશીન પ્રોપર રીતે કામ કરતું નથી. આ કારણોસર તેને શૂટિંગની રમતમાં ડાયવર્ટ કર્યો હતો. હાલ તે ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરે છે, તેની ઉંમર 18 વર્ષ છે પરંતુ, તેની સિદ્ધિ તેના કરતાં વધારે છે. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર તેણે અત્યાર સુધી 11 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

મોહમ્મદે જણાવ્યું હતું કે, મારી જીંદગીમાં ચેલેન્જીસ તો રહેશે પણ હું એના વિશે વિચારતો નથી. સક્સેસ જ મારો ગોલ છે. મે નક્કી કરેલું હતું કે, જ્યારે હું ઈન્ટરનેશનલ રમીશ ત્યારે ડ્રેસ પર ભારતનો ઝંડો લગાડીશ. સિલેક્શન થયું ત્યારે ભારતનો ઝંડો લગાડીને મને સૌથી વધારે ખુશી મળી. ઓલમ્પિક ડેફ શૂટિંગ અને સામાન્ય લોકોના ઓલમ્પિક બંનેમાં ભારત માટે મેડલ લાવવા માંગુ છું આ માટે હું તૈયારીઓ કરી રહ્યો છું.

મોહમ્મદના સક્સેસમાં એના પિતાનો સૌથી મોટો ફાળો છે. મોહમ્મદના પિતા મુર્તજા વાનિયા જણાવ્યું હતું કે, તે એની પહેલી જ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. તેણે પુણેમાં તેમજ અલગ- અલગ કેમ્પમાં નેશનલ ઇન્ટરનેશનલ કોચિસ પાસે ટ્રેનિંગ લીધી છે. એ છેલ્લા 2 વર્ષથી નોર્મલ ખેલાડીઓની કેટેગરીમાં ગુજરાતમાં યુથ, જુનિયર અને ઓપન ત્રણેય કેટેગરીમાં ગોલ્ડ જીતી રહ્યો છે. અમને ખૂબ જ ગર્વ થાય છે કે અમારો પુત્ર પોતાની માટે નહીં પરંતુ, દેશ માટે રમે છે અને નામ ગૌરંવિત કરે છે. એનું જીવન ચેલેન્જ ભરેલું જ રહેશે પણ એનો ગોલ સક્સેસ છે.

કોચ સાગરભાઈ કહે છે કે, મોહમ્મદની સૌથી ખાસ વાત છે એની જીદ. તેને દરેક શોટમાં બેસ્ટ જ આપવાનું હોય છે. એની અંદર જુસ્સો છે. અમે તેને હાથના ઇશારાથી અને લખીને સમજાવીએ છીએ અને તે તરત જ સમજી જાય છે. અન્ય પ્લેયર કરતા તેની અંદર શીખવાની લગન વધારે છે. આ જ કારણ છે કે એ માત્ર ત્રણ વર્ષમાં ટ્રેનિંગ મેળવીને આજે તે આંતરરાષ્ટ્રીય કક્ષામાં પહોંચી મેડલ મેળવ્યો છે.


Spread the love

Related posts

પોલીસે બાળકીના હાથે પિતાના અંતિમ સંસ્કાર કરાવ્યા:સુરતમાં માતાનું કોરોનાથી મોત થયું, પિતાએ આપઘાત કરી લીઘો; દીકરાને દંપતીએ દત્તક લીધો પણ દીકરી નોંધારી બની

Team News Updates

કેરેટ્સ એક્ઝિબિશન:812 હીરામાંથી બનેલું 3.24 લાખનું જોકર-પેન્ડન્ટ, હોકી, કમળનું આકર્ષણ

Team News Updates

સુરત : વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે 5 બાળકો સહીત 10 લોકોની તબિયત લથડી

Team News Updates