જૂનાગઢના 24 વર્ષીય યુવકે વિલીંગ્ડન ડેમમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.ફાયર વિભાગે ચાર કલાકની મહામહેન તે મૃતદેહને બહાર કાઢયો હતો.ત્યારે યુવકના મોત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.વિલીંગ્ડન ડેમ પર સવારના સમયે વોકિંગ કરવા ગયેલા એક વ્યક્તિને ડેમ પર બુટ જોવા મળ્યા હતા. આ બુટમાં એક મોબાઇલ રાખેલો હતો. અને થોડી જ વારમાં એ મોબાઇલમાં રીંગ વાગી હતી. ત્યારે આ વ્યક્તિએ મોબાઇલમાં વાત કરતા તે ફોન મૃતક યુવકના પરિવારનો હતી.જે પરિવારે કહ્યું હતું કે આ યુવક અમારા પરિવારનો સભ્ય છે અને હાલ ક્યાં છે ? અમે તેને સવારનો શોધીએ છીએ ત્યારે વોકિંગ કરવા આવેલ વ્યક્તિએ તેનો મોબાઇલ અને બુટ વિલીંગ્ડન ડેમ પર પડ્યા હોવાનું પરિવારને જણાવ્યું હતું.
ત્યારે આ વાત સાંભળી પરિવાર તાત્કાલિક વિલીંગ્ડન ડેમ પર પહોંચ્યો હતો. અને પરિવાર દ્વારા યુવક ગુમ થયાની જાણ ભવનાથ પોલીસને કરવામાં આવી હતી.ભવનાથ પોલીસ સ્ટાફ દ્વારા યુવકને શોધવા ડેમ નજીક શોધખોળ હાથ હતી.પરંતુ યુવક ન મળતા પોલીસે ફાયર વિભાગને જાણ કરી હતી.ત્યારે ફાયર વિભાગ તાત્કાલિક વિલીંગ્ડન ડેમ પર પહોંચ્યો અને કલાકોની જહેમત બાદ જાદવ ભગાભાઈ વાંદા નામના યુવકના મૃતદેહને ડેમની બહાર કાઢવામાં આવ્યો હતો.હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ફાયરમેન નૂર મહંમદ એ જણાવ્યું હતું કે આજે બપોરના સમયે વિલીંગ્ડન ડેમમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ હોવાની ફાયર વિભાગ અધિકારીને જાણ કરવામાં આવી હતી. જેને લઇ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક વિલીંગ્ડન ડેમ ખાતે પહોંચી હતી. ત્યારે સવારના 10 વાગ્યા થી ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને બાર વાગ્યાની આસપાસ આ યુવકનો મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ આ મૃતદેહને બહાર કાઢી ભવનાથ પોલીસ જાણ કરવામાં આવી હતી.પોલીસે યુવકના મોત મામલે વધુ તપાસ હાથ ધરી છે.