જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કબ્રસ્તાન પાછળ આવેલી વાડી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. જુના મોવાણા જવાના રસ્તે એક વાડીમાં પીજીવીસીએલના પોલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આજની ઘટનાની જાણ વાડી માલિકને છતાં તેમને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ આગ કાબુમાં ન આવતા તેમને કેશોદ ફાયર વિભાગની જાણકારી હતી. વાડીમાં આગની જાણ થતા કેશોદ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
આગને બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. વાડી માલિક દ્વારા વીજપોલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ફૈઝલ મહિલાએ જણાવ્યું હતું કે, કેશોદ કબ્રસ્તાન પાસે અમારી વાડી આવેલી છે. ત્યાં પીજીવીસીએલના થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે વાડીમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ અમે સૌ અહીં નજીકમાં જ હાજર હતા જેથી કરી અમે પાણીની મોટર શરૂ કરી આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યા હતા. ત્યારબાદ કેશોદ મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અહીં વાડીએ પહોંચી હતી અને તેના દ્વારા પણ વાડીમાં લાગેલ આગને બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. ઘણીવાર પીજીવિસીએલને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે.કે અહીં ઇલેક્ટ્રીક પોલ આવેલા છે અને ત્યાંથી 11 કેવી લાઈન પસાર થાય છે. અહીં વારંવાર શોર્ટ સર્કિટ થાય છે. તેમ છતાં પીજીવિસિએલ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. એક બે દિવસમાં જ અમે પીજીવીસીએલને લેખિત રજૂઆત કરવાના હતા. પણ તે પહેલા જ અહીં આગ લાગી ગઈ હતી.