વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે છેલ્લા અઢી વર્ષ દરમિયાન વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે વેરાવળ શહેરને નગરપાલિકા સંચાલિત સીટીબસમાં ફેરફાર કરી ૫.૦૦.૦૦૦ રૂપિયાના ખર્ચે ‘મોક્ષરથ’ તરીકે ઉપયોગમાં મૂકવામાં આવેલ છે. ઉપરાંત GUDM દ્વારા નગરપાલિકાઓમાં આવેલ ‘નાગરિક સુવિધા કેન્દ્ર’નું આધુનિકીકરણ કરી નવનિયુક્ત ચીફ ઓફિસરશ્રી દેવેન્દ્ર પ્રકાશ મીણા (IAS) તેમજ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે.
આ નાગરિક સુવિધા કેન્દ્રમાં લગ્ન નોંધ, મિલકતવેરા, વ્યવસાય વેરા, ગુમાસ્તાધારા, સેવાકિય ફરિયાદો જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે. જેનો પ્રજાજનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
આ કાર્યક્રમમાં ચીફ ઓફિસરશ્રી ચેતનભાઈ ડુડિયા, ઉપપ્રમુખ શ્રી કપિલભાઈ મહેતા, શ્રી નિલેશભાઈ વિઠલાણી, શ્રી બાદલભાઈ હુંબલ, શ્રી કિશનભાઈ જેઠવા, શ્રી હંસાબહેન પાબારી, શ્રી ભાવિકાબહેન સવનિયા, શ્રી દવેભાઈ સહિત ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તેમજ નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)