News Updates
JUNAGADH

જૂનાગઢમાં પોલીસ અને ટોળાં વચ્ચે અથડામણ:500ના ટોળાંએ પથ્થરમારો કરતાં એકનું મોત, વાહનોમાં તોડફોડ કરી બાઇક સળગાવ્યું, DySP સહિત 5 ઇજગ્રસ્ત, 174ની અટકાયત

Spread the love

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી અને પાંચ દિવસમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે મનપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેને લઇ મોડી રાત્રે લઘુમતી સમાજના લોકોના ટોળા એકત્રિત થયા હતા. જ્યાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પથ્થરમારો થતા પોલીસ દ્વારા ટીયરગેશ છોડવામાં આવ્યા હતા. જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા પીએસઆઇ મારુ તેમજ અન્ય પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી. હાલમાં સમગ્ર સ્થિતિને કાબુમાં લેવા જૂનાગઢ પોલીસે 174 લોકોને ઝડપી લીધા છે, તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગ પણ શરૂ રાખવામાં આવ્યું છે.

શું કહે છે જૂનાગઢના SP?
જૂનાગઢ જિલ્લા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, મજેવડી ગેટ પાસે ગેબનશા પીરની દરગાહને લઇ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા બે નોટિસ લગાવવામાં આવી હતી, જેને લઇ મુસ્લિમ સમાજ એકઠો થયો હતો. જેમાં 500થી 600 લોકો એકત્રિત થયા હતા. જેને લઇ કોઈપણ પ્રકારનો પણ બનાવ ન બને તે માટે ડીએસપી સહિતનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસ અને એકત્રિત થયેલા માણસો વચ્ચે સમજૂતીની એક કલાક સુધી વાત ચાલી હતી, ત્યારે જે લોકો રોડ બંધ કરવા માટે તૈયારી બતાવી હતી. જેને લઈ પોલીસ દ્વારા આ લોકોને રોકવામાં આવ્યા હતા.

ટોળાએ પોલીસ ચોકી ઉપર હુમલો કર્યો
ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસના એક બાઇકની પેટ્રોલની ટાંકીમાં દીવાસળી ચાપીને સળગાવવામાં આવ્યું હતું. જ્યારે અહીંથી પસાર થતી જૂનાગઢ-વિજયનગર એસટી બસને રોકી હતી અને તેમાં તોડફોડ કરી હતી અને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત બેકાબૂ બનેલા ટોળાએ મજેવડી ગેટ પાસે આવેલી મજેવડી પોલીસ ચોકી ઉપર હુમલો કર્યો હતો અને તેમાં પણ તોડફોડ કરી હતી. પોલીસ અને એકત્રિત થયેલા લોકો સામ સામે આવી ગયા હતા. જેમાં જૂનાગઢ ડીએસપી તેમજ બીજા પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી.

અથડામણમાં એક વ્યક્તિનું મોત
સમગ્ર ઘટના બનતા જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. મજેવડી ગેટ વિસ્તારમાં પુરી રાત કોમ્બિંગ કરાયું હતું. જેમાં 174થી વધુ લોકોને રાઉન્ડ ઓફ કર્યા હતા. તેમજ સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ અથડામણમાં એક વ્યક્તિનું પણ મોત હોવાનું સામે આવ્યું છે. હાલમાં જૂનાગઢ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જે લોકો પથ્થર મારો કરવામાં સામેલ હતા તે લોકોને પકડવામાં આવ્યા છે અને શહેરના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ થઈ રહ્યું છે.

મોટી માત્રામાં પથ્થરો ક્યાંથી આવ્યા? ​​​​​​
પોલીસે 174 લોકોને રાઉન્ડ ઓફ કર્યા છે, અને હજી પણ પોલીસ કોમ્બિંગ સતત ચાલુ છે. આ ઘટના પુર્વ આયોજિત હતી કે અચાનક બનેલી ઘટના હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આટલી મોટી માત્રામાં પથ્થરો ક્યાંથી આવ્યા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.


Spread the love

Related posts

24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત:જૂનાગઢમાં દાંડિયાં રમતાં રમતાં યુવક કોચિંગ ક્લાસમાં ઢળી પડ્યો, સ્થાનિકોએ પ્રાથમિક સારવાર આપી પણ જીવ ન બચ્યો

Team News Updates

ઠગ કાળાં વસ્ત્રોમાં ‘માતાજી’ બની પ્રગટ થતો:મુસ્લિમ યુવકે કહ્યું- મારા પિતાને સાક્ષાત્ માતાજી આવે છે, 500 કરોડનો વરસાદ કરશે; ઢોંગીએ મોડસ ઓપરેન્ડીથી કરોડો ઠગ્યા

Team News Updates

વેરાવળમાં દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ : ભારે પવન સાથે 5 ઇંચ વરસાદ, દરિયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

Team News Updates