News Updates
GIR-SOMNATH

સિંહની પજવણી યુવકને કોર્ટને દ્વાર ખેંચી ગઈ:તાલાલામાં ગામમાં સિંહ આવી ચઢતાં યુવકે લાકડીનો ઘા કરી હુમલાનો પ્રયાસ કર્યો; યુવકને કોર્ટમાં રજૂ કરતા જામીન અરજી નામંજૂર કરી

Spread the love

તાલાલાના બામણાસા મંડોરણા ગામમાં દિવસે સિંહ આવ્યો હતો અને ગામમાં આવેલા સિંહ પાછળ અમુક શખસો દોડ્યા હતા અને ગામમાંથી ભગાડ્યો હતો. જેમાં એક શખસએ હાથમાં મોટી લાકડી લઈને સિંહની પાછળ દોટ મુકી હતી. જેથી સિંહ ત્યાંથી જતો રહ્યો હતો. આ સમગ્ર સિંહની પજવણી કરતો ઘટનાનો વીડિયો ખુબ વાઇરલ થયો હતો અને આ વીડિયો આધારે તાલાલા વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બામણાસા મંડોરણા ગામમાં સિંહની પજવણીનો વીડિયો વાઇરલ થયો હતો. વન વિભાગે એક શખસને પકડી પાડ્યો હતો અને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવેલો. જેમાં કોર્ટે જામીન અરજી નામંજૂર કરી જેલહવાલે કરવા હુકમ ફરમાવ્યો હતો.

આ અંગેની વન વિભાગમાંથી મળતી વિગત મુજબ, તાલાલાના આકોલવાડી રેન્જ હેઠળની બામણાસા બીટમાં ગત તા.15 જૂનના કાનજી ચીનાભાઈ સાંખટ (રહે. મંડોરણા)એ સિંહ પર લાકડીનો ઘા કરી હુમલો કરતો હોય એવો સિંહની પજવણીનો વીડિયો વાઇરલ થયો હતો. જેથી નાયબ વન સંરક્ષક ગીર પશ્ચિમ વિભાગ જૂનાગઢના માર્ગદર્શન હેઠળ મદદનીશ વનસંરક્ષક જામવાળા તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આકોલવાડીએ તપાસ હાથ ધરી હતી અને કાનજીની અટક કરવામાં આવી હતી. કાનજી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તાલાલા કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી અને તા.30 જૂન સુધી જેલહવાલે કરવામાં આવ્યો હતો.

આ બાબતે તાલાલા આકોલવાડી રેન્જના આર.એફ.ઓ. ભાવેશ રાદડીયાએ જણાવેલ હતું. કે, બામણાસા બીટના મંડોરણા ગામમાં શખસે સિંહ પર લાકડીનો ઘા કરી હુમલાનો પ્રયાસ કરતા સિંહને ત્યાંથી ભાગવું પડયું હતું. આ શખસને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. તા. 30 જૂન સુધી જેલ હવાલે કરવામાં આવેલા છે. આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ એક માસ પહેલાં પણ ગીરગઢડાના ખિલાવડ ગામની સીમમાં બે શખ્સો લોખંડના પાઇપ તેમજ લાકડી વડે સીમ વિસ્તારમાં સિંહની પાછળ દોડી પજવણી કરતા વીડિયો વાઇરલ થયો હતો. વનવિભાગે બે શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Spread the love

Related posts

વેરાવળના ફિશ ઉદ્યોગપતિની મરીન પ્રોડક્ટ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન તરીકે પસંદગી થતાં ઇન્ડસ્ટ્રીઝ અને એક્સપોર્ટસ એસો. દ્વારા સન્માન સમારોહ યોજાયો

Team News Updates

ગંગા દશેરા પર્વે સોમનાથ તીર્થમાં ત્રિવેણી તટ પર મહાપૂજા અને સંધ્યા આરતી કરવામાં આવશે

Team News Updates

Gir Somnath:આક્રોશભેર ઉમટી આશા બહેનો જિલ્લા સેવાસદન ખાતે: 500થી વધુ બહેનોએ પડતર માગોને લઈ રેલી સાથે સૂત્રોચ્ચાર કર્યા

Team News Updates