News Updates
GIR-SOMNATHGUJARAT

ગીર સોમનાથમાં બિપરજોય વાવાઝોડાના પગલે વીજ વિક્ષેપ નિરાકરણ માટે પીજીવીસીએલ તંત્ર સતત કાર્યરત

Spread the love

પીજીવીસીએલ દ્વારા ૮૭૩ જગ્યાઓએ સર્જાયેલા ફોલ્ટનુ નિરાકરણ કરી પૂર્વવત કરાયો વીજ પુરવઠો

વીજપુરવઠાને લગતી સમસ્યાઓ અંગે ફરિયાદ માટે જાહેર કરાયા સંપર્ક નંબર

ગીર સોમનાથ.તા.૧૩: ગીર સોમનાથ પીજીવીસીએલ તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડા અને વરસાદની આગાહી સંદર્ભ જિલ્લામાં કોઈ પણ જગ્યાઓએ વીજ વિક્ષેપ પડે તો તેના વહેલી તકે નિરાકારણ માટે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે હેલ્પ લાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. પીજીવીસીએલ દ્વારા જિલ્લામાં ૮૭૩ વીજ ફોલ્ટનો નિરાકરણ કરીને વિજ પુરવઠો પૂર્વવત કરાયો છે. તેમજ જિલ્લામાંથી મળતી ફરિયાદ પર વહેલી તકે નિરાકરણની કામગીરી પણ ચાલી રહી છે. તેમજ લોકોને મુશ્કેલીઓ પડે નહી તે દીશામાં પીજીવીસીએલ સતત કાર્યરત છે.

જિલ્લામાં બિપરજોય વાવાઝોડા અને તે દરમિયાન વરસાદની આગાહી સંદર્ભ પવન અને વરસાદ પડવાના કારણે જિલ્લામાં અલગ અલગ જગ્યાઓએ તા.૧૨જુન થી ૧૩ જુનના સવારે ૧૨ વાગ્યા સુધીમાં વિવિધ કારણોસર વીજ વિક્ષેપ થયો હતો વીજ વિક્ષેપના નિરાકારણ માટે વેરાવળ વિભાગીય દ્વારા વિવિધ વિસ્તારમાં ૬૦૦થી વધુ જગ્યાઓએ વીજ પુરવઠો કાર્યરત કરાયો હતો. અને ઊના વિભાગીય વિસ્તારમાં ૨૪૦ થી વધુ વિવિધ જગ્યાઓએ વીજ વિક્ષેપના નિરાકારણ કરીને વીજ પુરવઠો કાર્યરત કરાયો હતો. તેમજ વિજ વિક્ષેપનની ફરિયાદો ઉપર પીજીવીસીએલ તંત્ર સતત કાર્ય કરી રહ્યું છે. જિલ્લાની જાહેર જનતાને વાવાઝોડા અને વરસાદની દરમિયાન વિવિધ વીજ સમસ્યાઓ માટે કોલ સેન્ટરનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે.

ઉપરાંત જિલ્લામાં પીજીવીસીએલ કચેરી દ્વારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને વીજવિક્ષેપ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી લાવી શકાય તે માટે વેરાવળ અને ઉના વિભાગીય કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓના કંટ્રોલરૂમ કાર્યરત છે. જેમાં વેરાવળ વિભાગીય કચેરી નીચે વેરાવળ શહેર નંબર.૯૬૮૭૬૩૩૭૮૭/૦૨૮૭૬ – ૨૨૨૧૦૨, જીઆઈડીસી-૦૨૮૭૬-૨૩૨૩૬૦/ મોબાઈલ નંબર. ૯૬૮૭૬૩૩૭૯૨, પ્રભાસ-પાટણ-૦૨૮૭૬-૨૩૧૮૭૦ / મોબાઈલ નંબર.૯૬૮૭૬૩૩૭૯૦, પ્રાંચી – ૯૬૮૭૬૩૩૭૯૪ / ૦૨૮૭૬ – ૨૮૪૩૩૩, તાલાળા- મોબાઈલ નંબર.૯૬૮૭૬૩૩૭૯૬/૦૨૮૭૭-૨૨૨૨૪૭, આંકોલવાડી – ૦૨૮૭૭-૨૨૨૭૨૨/મોબાઈલ નંબર. ૯૬૮૭૬૩૩૭૯૮,સુત્રાપાડા-૦૨૮૭૬-૨૬૪૧૦૦/મોબાઈલ નંબર. ૯૬૮૭૬૩૩૭૮૧,અને ઉના વિભાગીય કચેરી નીચે ઉના-૧, ૦૨૮૭૫-૨૨૨૪૮૨ , મોબાઈલ નંબર. ૬૩૫૯૬૨૪૦૯૬,ઉના-૨, ૬૩૫૯૬૨૪૦૯૫, ઉના સિટી, ૦૨૮૭૫-૨૨૫૫૭૭/૯૯૨૫૨૧૬૨૦૬,કોડીનાર-૧ મોબાઈલ નંબર.,૬૩૫૯૬૨૪૦૯૪, કોડીનાર-૨, ૦૨૭૯૫-૨૨૦૭૧૬, મોબાઈલ નંબર .૬૩૫૯૬૨૪૦૯૩, ધોકડવા- ૯૯૨૫૨૧૬૪૫૫, ગીર ગઢડા-૦૨૮૭૫-૨૪૩૦૨૭, મોબાઈલ નંબર. ૬૩૫૬૬૨૪૦૯૨. પેટા વિભાગીય કચેરી ખાતે ફોલ્ટ સેન્ટરના નંબર પર સંપર્ક માટે જાહેર કરાયા છે.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં કાયમી ધોરણે થર્ડ એસી ઇકોનોમી કોચ લગાડવવામાં આવશે

Team News Updates

શું તમને તમારા સ્માર્ટફોન પર એલર્ટ મેસેજ મળ્યો હતો?:સરકાર ઇમર્જન્સી એલર્ટનું કરે છે ટ્રાયલ, પૂર અને ભૂકંપ જેવી સ્થિતિ વખતે લોકોને એલર્ટ કરશે

Team News Updates

ગાડીના કચ્ચરઘાણ વળી ગયા!:કડીમાં ફોર્ચ્યુનર ગાડી આગળ જઈ રહેલા ટ્રેલરને અડી જતા પલટી ખાઈ ગઈ; અકસ્માતમાં ઘટનાસ્થળે કાર સાવર એકનું મોત

Team News Updates