News Updates
GUJARAT

DAHOD:વ્હિલ ફરી વળતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત, લીમડી-દાહોદ હાઈવે બાઈક સવારને ડમ્પરે કચડ્યો

Spread the love

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે લીમડી-દાહોદ હાઈવે પર ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે લીમડી- દાહોદ હાઈવે રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવક ડમ્પર નીચે આવી જતા યુવક પર ડમ્પરનું આગળનું વ્હિલ ચઢી ગયું હતું. જેથી તેને ગંભીરઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા. અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મુકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ લીમડી પોલીસને કરતા લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી 108 મારફતે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લઇ જવામા આવ્યો હતો, પોલીસે હાલ અકસ્માત મોતના કાગળો કરી અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

મહિલાઓ માટે બેસ્ટ છે આ સીડ્સ, વજન ઘટાડવાથી લઈને હોર્મોનલ ઈમ્બેલેંસ કરશે નિયંત્રિત

Team News Updates

અહીં આપવામાં આવે છે પાકને ઈલેક્ટ્રીક શોક, કારણ જાણીને તમને નવાઈ લાગશે

Team News Updates

આજથી શરૂ થયો પિતૃ પક્ષ, જાણો તેનું મહત્વ, તર્પણ પદ્ધતિ અને મંત્ર

Team News Updates