News Updates
ENTERTAINMENT

કેટી પેરી પરફોર્મ કરશે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં,424 કરોડ રૂપિયાનો વિલા બુક કરાવ્યો,આજે ક્રૂઝ પહોંચશે કાન, અંબાણી પરિવારે 5 કલાકની પાર્ટી માટે અધધ…

Spread the love

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની 29 મેથી શરૂ થઈ ગઈ છે. આ ફંક્શન જે 1 જૂન સુધી ચાલશે. આ સેલિબ્રેશન એસેન્ટ ક્રુઝ પર થઇ રહ્યું છે, જે 29 મેના રોજ ઇટાલીના પાલેર્મોથી રવાના થયુ હતું. આજે ક્રુઝ કાન પહોંચશે. જ્યાં આંતરરાષ્ટ્રીય કલાકાર કેટી પેરી મહેમાનો માટે પરફોર્મ કરવા જઈ રહી છે. રિપોર્ટ મળી રહ્યા છે ,કે કેટીને કેટલાક કલાકોના પર્ફોર્મન્સ માટે કરોડોની ફી ચૂકવવામાં આવી છે.

હાલના ધ સન યુકેના રિપોર્ટમાં એક ઇન્સાઇડરના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ગાયિકા કેટી પેરી શુક્રવારે કાનમાં યોજાનારી પાર્ટી માટે રવાના થઈ ગઈ છે. તેના પરફોર્મન્સ માટે તેમને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. શુક્રવારે અનંત-રાધિકાના પ્રી-વેડિંગનો ત્રીજો દિવસ છે. સાંજે, LA Vite E Viaggio (લાઇફ ઇઝ અ જર્ની) પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તે એક માસ્કરેડ બોલ પાર્ટી બનવા જઈ રહી છે, જેમાં હાજરી આપનાર તમામ મહેમાનો તેમના ચહેરા પર માસ્ક પહેરશે.

આ પાર્ટી માટે અંબાણી પરિવારે કાનમાં 40 મિલિયન પાઉન્ડ (423 કરોડ રૂપિયા)નો વિલા બુક કરાવ્યો છે. 5 કલાક સુધી ચાલનારીઆ પાર્ટીમાં મહેમાનો માટે એક ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય સિંગર રિહાન્નાએ જામનગરમાં આયોજિત પ્રથમ પ્રી-વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું, જેના માટે તેમને 74 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી એવા રિપોર્ટ છે કે શકીરા બીજા પ્રી-વેડિંગના એક ફંક્શનમાં પણ પરફોર્મ કરશે.

દુનિયાની બેસ્ટ સેલિંગ મ્યુઝિક આર્ટિસ્ટમાં કેટી પેરીની ગણના ઇન્ટરનેશનલ સિંગર કેટી પેરીએ અત્યાર સુધીમાં 143 મિલિયન રેકોર્ડ વેચ્યા છે. આ સ્થિતિમાં તે વિશ્વની બેસ્ટ સેલિંગ મ્યુઝિક આટિસ્ટ છે. તેમની પાસે 4 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, 5 અમેરિકન મ્યુઝિક એવોર્ડ અને 5 બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ છે. વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર મહિલાઓમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું છે. કેટી પેરી દુનિયામાં સૌથી વધુ ટ્વિટર ફોલોઅર્સ ધરાવતી બીજી મહિલા છે.


29 મેના રોજ ફંક્શનની શરૂઆત પાલેર્મોમાં વેલકમ લંચ સાથે થઈ હતી, ત્યારબાદ મહેમાનો માટે ક્રૂઝ પર સ્ટારીનાઈટ પાર્ટી યોજાઈ હતી. આ પાર્ટીમાં દક્ષિણ આફ્રિકાના ડીજે બ્લેક કોફી વગાડવામાં આવી હતી, જ્યારે અમેરિકાના લોકપ્રિય ડાન્સ ગ્રુપ બેક સ્ટ્રીટ બોયઝે પણ પાર્ટીમાં પરફોર્મ કર્યું હતું.


Spread the love

Related posts

IND vs BAN:બનાવ્યો મોટો રેકોર્ડ  વિરાટ કોહલીએ ,સચિન તેંડુલકર બાદ આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

Team News Updates

સાનિયા મિર્ઝાના દીકરા ઇઝહાને સ્કૂલે જવાનું બંધ કર્યું:પિતા શોએબ મલિકના ત્રીજા લગ્નને કારણે વિદ્યાર્થીઓ ક્લાસમાં પરેશાન કરી રહ્યા છે

Team News Updates

હૃતિક-દીપિકાની ફિલ્મ ફાઈટરને વધુ એક ઝટકો ! ગલ્ફ દેશો બાદ હવે અહીં પણ બેન

Team News Updates