News Updates
GUJARAT

 અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત મોટી આગાહી, ધોધમાર, અતિ ભારે વરસાદ પડી શકે છે શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં 

Spread the love

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. આગાહી મુજબ રાજ્યમાં 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન એટલે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં રાજ્યમાં ભારે વરસાદના એંધાણ છે.

રાજ્યમાં વરસાદનો હજુ એક રાઉન્ડ જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તારીખ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 13 સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટા છવાયો વરસાદ થશે. પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. પંચમહાલ, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટા છવાયા વરસાદની શક્યતા છે. જુનાગઢ. અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં વરસાદ થશે. 27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શકયતા રહેશે.જેની અસર નવરાત્રિ દરમિયાન પણ જોવા મળશે. નવરાત્રી દરમિયાન છૂટા છવાયા વરસાદી ઝાપટા થવાની શક્યતા છે. કચ્છમાં પવનનું જોર વધારે રહેશે


Spread the love

Related posts

કષ્ટભંજન દાદાનો બે હજાર કિલો દ્રાક્ષનો દિવ્ય શણગાર:સાળંગપુર હનુમાનજી મંદિરે એકાદશી નિમિત્તે 2000 કિલો દ્રાક્ષનો શણગાર કરી અન્નકૂટ ધરાવાયો, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો

Team News Updates

વાંચો: જમીન નીચેથી દારુ, એ પણ RAJKOTમાં..

Team News Updates

સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં કાયમી ધોરણે થર્ડ એસી ઇકોનોમી કોચ લગાડવવામાં આવશે

Team News Updates