News Updates
NATIONAL

National:વીંધી નાખ્યો શૂટરે જિમ માલિકને 6-8 ધડાધડ ગોળીઓ ચલાવી,દિલ્હીના પોશ વિસ્તારની ઘટના,લોરેન્સ ગેંગના રોહિત ગોદરાએ ફાયરિંગની જવાબદારી લીધી

Spread the love

દિલ્હીના સૌથી પોશ વિસ્તારોમાંથી એક એવા ગ્રેટર કૈલાસ વિસ્તારમાં ગુરુવારે (12 સપ્ટેમ્બર) રાત્રે એક જિમ માલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રાત્રે 10.45 વાગ્યાની આસપાસ બની હતી. શૂટરે જિમના માલિક પર લગભગ 6-8 ગોળીઓ વાગી હતી.

તેને મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. મૃતકની ઓળખ 35 વર્ષીય નાદિર શાહ તરીકે થઈ છે. તે સીઆર પાર્કનો રહેવાસી હતો અને ભાગીદારી પર જિમ ચલાવતો હતો. તેની સામે લૂંટ સહિત ચાર કેસ નોંધાયેલા છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાએ તેની હત્યાની જવાબદારી લીધી છે. નાદિર જેલમાં બંધ ગેંગસ્ટર રોહિત ચૌધરીની ગેંગ સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. રોહિત ચૌધરી ગેંગ અને લોરેશ વિશ્નોઈ ગેંગ એકબીજાના વિરોધી માનવામાં આવે છે.

ગેંગસ્ટર રોહિત ગોદરાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જિમ માલિકની હત્યાની જવાબદારી લીધી હતી. તેમની એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે, જેમાં લખ્યું છે- તિહારમાં જેલમાં બંધ અમારા ભાઈ સમીર બાબા તરફથી મેસેજ આવ્યો હતો કે તે (નાદિર) અમારી તમામ ગતિવિધિઓમાં અમારા દુશ્મનો સાથે સાઠગાંઠ કરી રહ્યો છે. એટલા માટે અમે તેને મારી નાખ્યો. જે કોઈ અમને અને અમારા ભાઈના દુશ્મનોને ટેકો આપે છે તેનાં સમાન પરિણામો આવશે.

પોલીસ આ પોસ્ટની તપાસ કરી રહી છે. પોલીસને હત્યાની સ્થાનિક ગેંગ પર પણ શંકા છે. સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલની ટીમો પણ આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે.

રોહિત ગોદારા વિરુદ્ધ 35થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેની સામે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં કેસ નોંધાયેલા છે. લોરેન્સ ગેંગને તમામ પ્રકારનાં હથિયારો પૂરાં પાડવામાં રોહિત મહત્ત્વની કડી છે. એજન્સીઓ અને પંજાબ પોલીસની તપાસમાં પણ આ વાત સામે આવી છે.

રોહિત ગોદારાએ 5 ડિસેમ્બર, 2023ના રોજ રાજસ્થાનમાં થયેલી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી પણ લીધી હતી. રોહિત પર સીકરમાં ગેંગસ્ટર રાજુ તેહતની હત્યાનો પણ આરોપ છે.

સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં રોહિત ગોદારાનું નામ પણ સામે આવ્યું હતું. રોહિત 2022માં નકલી નામે પાસપોર્ટ બનાવીને વિદેશ ભાગી ગયો હતો. એજન્સી સાથે સંકળાયેલાં સૂત્રોનું માનીએ તો, હાલમાં ગોદરા કેનેડામાં જ છે.

14 એપ્રિલે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે બાઇક પર આવેલા હુમલાખોરોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થયું ત્યારે સલમાન તેના ઘરે હતો. લોરેન્સ ગેંગના અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાએ ફાયરિંગની જવાબદારી લીધી હતી. સલમાનના ઘરે ગોળીબાર કરનાર શૂટર વિશાલ ઉર્ફે કાલુ રોહિત ગોદરા ગેંગનો છે.


Spread the love

Related posts

એક દિવસમાં સુરતમાં બીજી હત્યા:બે મિત્રો યુવકને ચા પીવાનું કહી દારૂના અડ્ડા પર લઈ ગયા, આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

Team News Updates

મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ મહાકાલી મંદિરનું:611 વર્ષ પ્રાચીન મંદિર ગાંધીનગરના અંબોડમાં,અંદાજે રૂપિયા બે કરોડના ખર્ચે નવીકરણ કરવામાં આવ્યું

Team News Updates

વિદ્યુત જામવાલે ગોલ્ડન ટેમ્પલમાં વાસણો સાફ કર્યાં

Team News Updates