News Updates
NATIONAL

હવાનું પ્રદૂષણ અટકાવવા માટે BMCએ જાહેર કરી ગાઈડલાઈન્સ, પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી

Spread the love

હવાના પ્રદૂષણના વધતા સ્તરને જોવા મુંબઈ મ્યુનિસિપલ કોર્પેરેશનના કમિશનરે વહીવટી અધિકારીઓની સાથે બેઠક યોજી. ત્યારબાદ વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે બુધવારથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે કડક કાર્યવાહી કરવા સુચના આપી. તેમને કહ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં આ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે નહીં તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી.

 મુંબઈ શહેર અને ઉપનગરમાં બદલાતા વાતાવરણના કારણે હવા પર પણ તેના પરિણામ થવા લાગ્યા છે. હવાના પ્રદૂષણના વધતા સ્તરને જોવા મુંબઈ મ્યુનિસિપલ કોર્પેરેશનના કમિશનરે વહીવટી અધિકારીઓની સાથે બેઠક યોજી. ત્યારબાદ વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે બુધવારથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

ત્યારે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે કડક કાર્યવાહી કરવા સુચના આપી. તેમને કહ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં આ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે નહીં તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી.

  1. 70 મીટરથી ઉંચી ઈમારતનું નિર્માણ કરવું છે તો તેની ચારેબાજુ 35 ફૂટથી ઉંચા પતરાથી તેને ઢાંકવું પડશે.
  2. 1 એકરથી વધારેની જગ્યામાં કન્સ્ટ્રક્શન માટે 35 ફૂટની ઉંચાઈના પતરાથી ઢાંકવા પડશે, તેનાથી ઓછા વિસ્તારની જગ્યામાં કામ કરવુ પડશે તો 25 ફૂટ ઉંચા પતરાથી ઈમારતને ઢાંકવી પડશે.
  3. ઈમારતોનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તો તેને લીલા કપડાથી ઢાંકવુ જરૂરી છે.
  4. કન્સ્ટ્રક્શન તોડી પાડવા માટે ચારે તરફ લીલા કપડાથી કવર કરવું જરૂરી છે.
  5. કન્સ્ટ્રક્શનનું કામ ચાલે તે સમય દરમિયાન પાણીનો છંટકાવ સમય-સમય પર થવો જોઈએ.
  6. કન્સ્ટ્રક્શનના સામાન પર પણ સમય-સમય પર પાણીનો છંટકાવ કરવો જરૂરી છે.
  7. કન્સ્ટ્રક્શન સાઈટસ પર સીસીટીવી કેમેરા, ગાડીઓની સાફ સફાઈ પર પણ યોગ્ય ધ્યાન આપવું.
  8. કન્સ્ટ્રક્શન સાઈટસ પર હવાનું પ્રદૂષણ ના થાય તેની પર ધ્યાન રાખવું.
  9. કન્સ્ટ્રક્શન સાઈટ પર કાટમાળ હોય તેનું મેનેજમેન્ટ BMCના દિશાનિર્દેશો મુજબ થાય તેનું ધ્યાન રાખવું.
  10. કન્સ્ટ્રક્શનનો સામાન લાવવા અને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી ગાડીઓનું સમય મુજબ PUC કરવામાં આવે.
  11. BMCના પૂલોનું કામ અથવા અન્ય બાકી પ્રોજેક્ટસની જગ્યા 25 ફૂટ સુધી બેરિકેડિંગ કરવામાં આવે.
  12. મેટ્રોની જમીન ઉપર ચાલી રહેલા કામ 25 ફૂટ ઉંચાઈ સુધી બેરિકેડિંગથી ઢાંકવામાં આવે. કન્સ્ટ્રક્શન સમયે સ્મોગગન, વોટર સ્પ્રિંકલરનો ઉપયોગ થાય.
  13. આ તમામ પ્રતિબંધિત ઉપાય SRA, MHADA, MIDC, MSRDC, MMRDA, BPT, Airport Authority, Railway સહિતના ખાનગી અને સરકારી વિભાગોના પ્રોજેક્ટ માટે જરૂરી છે.
  14. રાત્રીના સમયે કાટમાળનો નિકાલ રોકવા માટે તમામ BMC આસિસ્ટન્ટ કમિશનરની સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવશે.
  15. તમામ વિભાગોના આસિસ્ટન્ટ કમિશનર એર પોલ્યુશન ઓછુ કરવા માટે પોતાની ટીમ બનાવે. જેમાં 2 BMC વોર્ડ એન્જિનિયર, એક પોલીસ કર્મી, એક માર્શલ અને ગાડી રાખે. મોટા વિભાગમાં 6 ટીમ, મીડિયમ સ્તરના વિભાગમાં 4 ટીમ અને નાના વિભાગમાં 2 ટીમ રહેશે.
  16. આ વિશેષ ટીમ સ્પોટ પર પહોંચીને તેની વીડિયોગ્રાફી કરશે અને નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની પર નજર રાખશે અને નિયમોનું પાલન ના થતું હોય તો કામ રોકવા માટે નોટિસ પણ આપે અથવા જગ્યા સીલ કરી દે.
  17. આ ગાઈડલાઈન જાહેર થયા બાદ 15 દિવસની અંદર સ્પ્રિંકલર અને 30 દિવસની અંદર સ્મોગ ગનની ખરીદી કરવી જરૂરી, તમામ લોકો તેનું પાલન કરે.
  18. RTO કમિશનર એવા વાહનો પર કાર્યવાહી કરે જે નિયમોનું પાલન કરી રહ્યા નથી.
  19. મહારાષ્ટ્ર પોલ્યૂશન નિયમંત્ર મંડળ આગામી મહિના સુધી BPCL, HPCL, RCF, ટાટા પાવર અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રો પર હવાના પ્રદૂષણ પર ધ્યાન રાખે અને યોગ્ય કાર્યવાહી કરે. તેનો દરરોજનો રિપોર્ટ BMCને સોંપે.
  20. કોન્ટ્રાક્ટર અને બિલ્ડર જે વાહનોમાં ટ્રેકિંગ સિસ્ટમ હોય તેવા વાહનનો જ ઉપયોગ કરે.
  21. કન્સ્ટ્રક્શન સાઈટનો કાટમાળ રસ્તા પર ના આવે તેનું ધ્યાન રાખવામાં આવે.
  22. રસ્તા પર આવતા પહેલા વાહનની યોગ્ય સફાઈ કરાવવી જરૂરી છે.
  23. ડમ્પિંગ ગ્રાઉન્ડ અથવા ખુલ્લામાં કોઈ પણ જગ્યાએ કચરો ના સળગાવવો. તેની પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે.

Spread the love

Related posts

ઝારખંડમાં વીજળી પડવાથી હાહાકાર, એક જ દિવસમાં 16 લોકોના મોત

Team News Updates

દિલ્હીની હવા બની ઝેરી, AQI 400ને પાર:ધોરણ 5 સુધીની શાળાઓમાં રજા જાહેર, બિનજરુરી બાંધકામ પર પ્રતિબંધ; ડોક્ટરોની સલાહ- માસ્ક પહેરવું જરૂરી

Team News Updates

દુબઈથી પ્રાઈવેટ પાર્ટમાં છુપાવી સોનું લાવનાર વ્યક્તિ કસ્ટમના હાથે ઝડપાયો, કિંમત છે લાખોમાં

Team News Updates