News Updates
GIR-SOMNATHGUJARAT

બીપરજોય વાવાઝોડા માંથી રાજ્ય સકુશળ બહાર આવતા પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ગુજરાત સરકાર વતી સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું

Spread the love

મંત્રી માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાથે દીપ પૂજનમાં જોડાયા

બીપરજોય વવાઝોડાના મહાસંકટ માંથી રાજ્ય સકુશળ બહાર આવ્યું છે. ત્યારે ગુજરાત સરકાર વતી પ્રવાસન તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા એ સોમનાથ મહાદેવને શીશ નમાાવ્યું હતું.

સોમનાથ મંદિર ખાતે મહાદેવના દર્શન કરી મંત્રીએ સોમનાથ મહાદેવને શીશ નમાવીને રાજ્ય સરકારને સમગ્ર રાજ્યના લોકોનું રક્ષણ કરવા સામર્થ્ય પ્રદાન કરવા બદલ અને આશીર્વાદ આપીને સમગ્ર રાજ્યનું રક્ષણ કરવા બદલ સોમનાથ મહાદેવ પ્રત્યે કૃતજ્ઞતા અભિવ્યક્ત કરી હતી.

જેઠ માસની માસિક શિવરાત્રી હોય સોમનાથ મંદિરની પ્રણાલીકા અનુસાર યોજાયેલ જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તેમજ ટ્રસ્ટ પરિવાર સાથે મંત્રી જ્યોત પૂજામાં જોડાયા હતા.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

કંગના રનૌતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ ઝુકાવ્યું:કહ્યું, ‘ભગવાન કૃષ્ણ ઈચ્છશે તો હું લોકસભા ચૂંટણી લડીશ’

Team News Updates

અહીં આપવામાં આવે છે પાકને ઈલેક્ટ્રીક શોક, કારણ જાણીને તમને નવાઈ લાગશે

Team News Updates

વાવાઝોડાએ દિશા બદલી નહીં, ગુજરાત તરફ જ આવે છે:હવે જખૌથી 280 કિલોમીટર દૂર, શિયાળબેટમાં બોટ મારફતે સર્ગભાને હોસ્પિટલમાં ખસેડાઈ

Team News Updates