સરસાણામાં રવિવાર સુધી કેરેટ્સ એક્ઝિબિશન
ડાયમંડ એસોસિએશને સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 16થી 18 જૂન ‘કેરેટ્સ’ બીટુબી એક્ઝિબિશન યોજ્યું છે. 125 સ્ટોલમાં નેચરલ ડાયમંડ, લેબગ્રોન, જ્વેલરી અને મશીનરી ડિસપ્લે કરાઈ છે. અહીં 812 હીરામાંથી બનાવેલું 3.24 લાખનું જોકર ડિઝાઈનનું પેન્ડન્ટ, હોકી અને કમળ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વિઆન જ્વેલર્સના નરેશ લાઠિયાએ કહ્યું કે, ‘જોકર પેન્ડન્ટ બનાવતા 45 દિવસ લાગ્યા છે. નરાહ ડાયમંડના નરેશ મિયાણીએ કહ્યું કે, અમે કમળ અને હોકી, આલફાબેટ, વાઘ, સસલા, સહિતના ડિઝાઈનના હીરા કટ-પોલિશ કર્યા છે.