News Updates
SURAT

SURAT:40.54 કરોડની દાણચોરી પકડાઈ,જેમાં 30 કરોડના તો હીરા,એક વર્ષમાં સુરત એરપોર્ટ પર  દાણચોરી વધી રહી

Spread the love

એક વર્ષમાં 5631 કેરેટ હીરા, 8.42 કરોડનું 10.84 કિલો સોનું, 2.22 લાખ ડોલર તથા દિરહામ અને રીયાલ કરન્સી ઝડપાઈ રાજ્યમાં અમદાવાદ એરપોર્ટ પર સોનાની સાૈથી વધુ દાણચોરી, જ્યારે સુરતમાં હીરા લવાઈ રહ્યા છે

સુરત એરપોર્ટ પર દાણચોરી વધી રહી છે, છેલ્લા એક વર્ષમાં 40.54 કરોડની દાણચોરી પકડાઈ છે. જેમાં સૌથી વધુ 30.16 કરોડના હીરા મળી આવ્યા છે. દાણચોરો પાસેથી 8.42 કરોડની કિંમતનું 10,846 ગ્રામ સોનું તથા ડોલર, દિરહમ અને રિયાલ જેવી કરન્સી પણ કબજે લેવાઈ છે.

દેશભરના દાણચોરોની સિન્ડિકેટ પોતાના પેડલરોને અખાતી દેશોમાં મોકલી સોનાની દાણચોરી કરાવી રહ્યા છે. આમ, આવી સ્થિતિ વચ્ચે જ અમદાવાદ એરપોર્ટ બાદ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીનું સેકેન્ડ હબ બની રહ્યું છે. દાણચોરોને ઝડપી લેવા માટે કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સના ઓફિસરોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

એકાદ વર્ષમાં કસ્ટમના ટ્રેઇન્ડ ઓફિસરોએ ચાર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કર્યા છે. કારણ કે, દાણચોરો તે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં સોનું સંતાડી લાવ્યા હતા. અહીંયા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સોમાં મોબાઇલ સહિતનો સમાવેશ થાય છે. ઉપરાંત એક બેગમાં હીરા અને વિદેશી કરન્સી લઈ આવેલા દાણચોરને પણ પકડી પડાયો છે.

સોના ઉપર કેમિકલ પ્રોેસેસ કરી તેને લિક્વિડ ફોર્મમાં રૂપાંતરિત કરાય છે

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી સોનાની દાણચોરી તદ્દન નવી મોડેસ ઓપરેન્ડીથી કરવામાં આવી રહી છે, જે કસ્ટમ્સ ઓફિસરોના ધ્યાન પર આવી છે. નવી મોડેસ ઓપરેન્ડી એ છે કે, દાણચોરો એરપોર્ટના કસ્ટમ્સના મેટલ ડિટેક્ટરમાં નહીં પકડાય તે માટે સોનાને લિકવિડ બનાવીને લાવી રહ્યા છે. સોનુ લિક્વિડમાં હોવાથી મેટલ ડિટેક્ટરમાં પકડાતું નથી. આ લિક્વિડ સોનું શરીરના ગુપ્તભાગમાં સંતાડી લાવનારા પણ ઘણા પકડાયા છે.

સોનાના ભાવ વધતા કસ્ટમના ટ્રેઇન્ડ ઓફિસરોને એરપોર્ટ પર નિયુક્ત કરાયા

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનું પ્રમાણ વધી રહ્યો છે. જેને કારણે કસ્ટમના ટ્રેઇન્ડ ઓફિસરોને એરપોર્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. જેઓ હવે શંકાસ્પદ પેસેન્જરો ઉપર વોચ રાખશે. જે પણ લોકો પહેલા ઝડપાયેલા છે, તેમના ફૂટેજ પણ ઓફિસરોને બતાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત પહેલા દાણચોરો કેવી રીતે સોનાની દાણચોરી કરતા હતા તે તમામ મોડેસ ઓપરેન્ડીની ડિટેલ પણ ઓફિસરોને આપવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પર 5 વર્ષમાં 365 કિલો સોનું ઝડપાયું

અમદાવાદના એસવીપીઆઇ એરપોર્ટ છેલ્લા એકાદ વર્ષમાં 100 કિલો સોનું પકડાયું હોવાના અહેવાલ મળ્યા છે. જેથી હવે એવું કહેવાશે કે અમદાવાદનું એસવીપીઆઇ એરપોર્ટ સોનાની દાણચોરીમાં તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાની દાણચોરીમાં પહેલા નંબર પર છે. અમદાવાદમાં 5 વર્ષમાં 365 કિલો સોનું પકડાયું છે.

5 વર્ષમાં એરપોર્ટથી પકડાયેલું ગોલ્ડ

એરપોર્ટથી આ કિંમતી વસ્તુ પકડાઇ


Spread the love

Related posts

SURAT:અડપલા જાહેરમાં ચોકલેટ ખરીદવા ગયેલી બાળકી સાથે:10 વર્ષની બાળકીની છેડતી કરી લિંબાયતમાં કરિયાણાના 65 વર્ષીય વેપારીએ 

Team News Updates

ઉદ્યોગનો અનુભવ મળશેવિદ્યાર્થીઓને અભ્યાસ સાથે :MSU અને ISGJ દ્વારા સંયુક્તરૂપે જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગ-કેન્દ્રિત MBA-BBA કોર્સિસની શરૂઆત

Team News Updates

ગુજરાત પોલીસના એક જ દિવસમાં 851 સ્થળો પર દરોડા, 152 આરોપી સામે ગુનો; 105ની ધરપકડ, 27 સ્પા-હોટલના લાઈસન્સ રદ

Team News Updates