News Updates
INTERNATIONAL

કોરોના વાયરસ ચીનમાંથી ફેલાયો હતો:યુએસ રિપોર્ટનો દાવો- વુહાન લેબમાં 3 વૈજ્ઞાનિકો સંક્રમિત થયા હતા, FBI પાસે પુરાવા

Spread the love

કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? આ એક મોટો પ્રશ્ન રહે છે. હવે એક અમેરિકન અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વાયરસ ચીનની વુહાન લેબમાંથી લીક થયો હતો અને બાદમાં તેણે આખી દુનિયાને ઘેરી લીધી હતી.

રિપોર્ટ અનુસાર – વુહાન લેબના ત્રણ વૈજ્ઞાનિકો કોરોના સંક્રમણનો સૌથી પહેલા શિકાર બન્યા હતા. આ ત્રણના નામ પણ સામે આવ્યા છે. એટલું જ નહીં, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના આ કૃત્યના તમામ પુરાવા અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈ પાસે ઉપલબ્ધ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે- હવે રાહ એ છે કે અમેરિકી સરકાર ક્યારે વિશ્વની સામે પુરાવા રજૂ કરશે અને ચીન વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે.

વુહાનની લેબમાં ત્રણ વૈજ્ઞાનિકોને ચેપ લાગ્યો હતો

  • ન્યૂઝ વેબસાઈટ ‘પબ્લિક’ સિવાય અન્ય કેટલાક ન્યૂઝ પોર્ટલે કોરોના પર ત્રણ અમેરિકન પત્રકારોના એક્સક્લુઝિવ રિપોર્ટ્સ પ્રકાશિત કર્યા છે. આ ત્રણ પત્રકારો છે માઈકલ શેલેનબર્ગર, મેટ તાઈબી અને એલેક્સ ગુટેંગ.
  • રિપોર્ટ અનુસાર – આ શંકા હવે સાચી સાબિત થઈ રહી છે. 2019ના અંતમાં, કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી જ લીક થયો હતો. સૌથી પહેલા આ લેબના ત્રણ વૈજ્ઞાનિકોને ચેપ લાગ્યો હતો. શરૂઆતમાં તે સાર્સ વાયરસ હોવાનું માનવામાં આવતું હતું.
  • અમેરિકી સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ત્રણ વૈજ્ઞાનિકો પ્રથમ સંક્રમિત થયા હતા તેમના નામ બેન હુ, યુ પિંગ અને યાન ઝુ હતા. ત્રણેય આ લેબના મુખ્ય સંશોધકો હતા.
  • પત્રકારોની આ ટીમે યુએસ સરકારના સૂત્રોને પૂછ્યું – તમે જે ત્રણ વૈજ્ઞાનિકોનો ઉલ્લેખ કરી રહ્યા છો તે વિશે તમે કેટલા ચોક્કસ છો કે આ ત્રણ કોવિડ-19 ચેપના પ્રથમ શિકાર હતા? સોર્સે કહ્યું – અમને 100% ખાતરી છે. હવે અમેરિકી સંસદની જવાબદારી છે કે તે ગુપ્તચર એજન્સીઓ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડિસીઝના ડાયરેક્ટર ડૉ. એન્થોની ફૌસી પાસેથી જવાબ માંગે.

અમેરિકા શું અને શા માટે છુપાવી રહ્યું છે

  • રિપોર્ટ તૈયાર કરનારા પત્રકારોનું કહેવું છે કે હવે સવાલ એ છે કે અમેરિકાને આ બધી બાબતોની જાણ ક્યારે થઈ અને તેણે મૌન કેમ ધારણ કર્યું? આ વર્ષે ફેબ્રુઆરીમાં એફબીઆઈ ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ કહ્યું હતું કે – અમે ઘણા સમયથી જાણીએ છીએ કે કોરોના વાયરસ વુહાન લેબમાંથી જ લીક થયો હતો.
  • હવે સવાલ એ થાય છે કે શું આ ખુલાસો અગાઉ થઈ શક્યો ન હોત. અત્યાર સુધીમાં ચીને તમામ પુરાવાનો નાશ કરી દીધો હશે. જો કે, ઘણા લોકો માને છે કે કોરોના કેવી રીતે લીક થયો અથવા તે ક્યાંથી આવ્યો, હવે તેના પરની ચર્ચા અર્થહીન છે. તેમના મતે – કોરોના કેવી રીતે શરૂ થયો તેનાથી કોઈ ફરક પડતો નથી.
  • હવે કેટલીક અમેરિકન સંસ્થાઓ પણ આ મામલાને દબાવવા માંગે છે. અન્ય સરકારો પણ કંઈ કરી રહી નથી. કોરોના અને વુહાન લેબ પર ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પર ફેસબુક દ્વારા પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો હતો. ટ્વિટરે પણ આ ષડયંત્ર પર કામ કરી રહેલા પત્રકારને ચૂપ કરી દીધો.

Spread the love

Related posts

આતંકવાદીઓએ ભારતમાં રોબોટથી હુમલો કરવાની યોજના બનાવી હતી:રેકી માટે શિવમોગામાં IED બ્લાસ્ટ કર્યો હતો, NIAની ચાર્જશીટમાં ખુલાસો

Team News Updates

ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા:6નાં મોત, દેશભરમાં ઈન્ટરનેટ બંધ; લાહોરમાં ગવર્નરનું ઘર સળગાવાયું, રાવલપિંડી આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ

Team News Updates

ભારતે નેપાળમાં 95,000 ટન નોન-બાસમતી ચોખાની નિકાસને આપી મંજૂરી

Team News Updates