તા.૨૧,જુનાગઢ: પોલીસ દળમાં ઘણા પોલીસ અધિકારી / કર્મચારીઓ પોતાનું કર્તવ્ય ફરજનિષ્ઠા પોતાની આગવી શૈલી, કુનેહ તેમજ હિમત, કૌશલ્ય અને અને સુઝબુઝ સાથે નિભાવતા હોય છે અને તેને અનુસંધાને ઉતમ અને પરિણામ લક્ષી કામગીરી કરતા હોય છે.ઉચ્ચ અધિકારીઓની આ ફરજનિષ્ઠાને તો ગૃહ વિભાગ બિરદાવતો હોય છે પરંતુ પોલીસ વિભાગનાં નાના કર્મચારીઓની ફરજનિષ્ઠા સન્માન સુધી પહોંચતા પહેલા જ શાંત થઇ જાય છે.
પરંતુ કોઈપણ વિભાગની મજબૂતાઈ નીચેના કર્મચારીઓ પર આધાર રાખે છે અને જો નીચેના કર્મચારીઓ પોતાની સુઝબુઝ અને હિમતથી ફરજ બજાવે તો તે વિભાગ ઉતમ સેવાઓ પ્રદાન કરી શકે છે તે વાત નિશ્વિત છે.પરંતુ આ નાના કર્મચારીઓનાં પ્રશ્નો અને તેમનાં સન્માનને સમજે કોણ??
આ વાતનું ઉતમ ઉદાહરણ આપ્યું છે જુનાગઢ રેંજ પોલીસે…જુનાગઢ રેંજમાં સમાવિષ્ઠ ગીર-સોમનાથ, પોરબંદર અને જુનાગઢ જીલ્લા પોલીસ દલ નિષ્ઠાથી ફરજ બજાવી, રાષ્ટ્ર હિત અને પ્રજા રક્ષણનાં કાર્યમાં પોતાનું મહતમ યોગદાન આપી અને પ્રજાની સુખાકારી અને સલામતી વધારવામાં સહભાગી બને તેવા શુભાશય સાથે જુનાગઢ રેંજનાં જીલ્લાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓનું પ્રશંસાપત્ર એનાયત કરીને તેમનું સન્માન કરવાનો અભિગમ જુનાગઢ રેંજનાં નવનિયુક્ત આઈજી નીલેશ જાજડીયા દ્વારા અપનાવવામાં આવેલ છે.
જેના ભાગરૂપે આજરોજ તા.૨૧.૦૮.૨૦૨૩નાં રીજ જુનાગઢ જીલ્લાના ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળનાં સભ્ય મનુભાઈ એમ. મકવાણાએ તા.૧૯.૦૮.૨૦૨૩નાં રોજ સવારે ભવનાથ રોપ-વે ગેટ પાસે પોતાની ફરજ દરમ્યાન મહારાષ્ટ્રનાં પુને જીલ્લાના મોસરી ગામના યાત્રાળુને હારત એટેક આવતા સ્થળ પર પડી ગયેલ હોય તેવી જાણ થતા તેમના પત્ની પોતાના પતિનાં જીવન માટે લોકો પાસે મદદ માંગી રહેલ હોય તેવી માહિતી મળતા જીઆરડી મનુભાઈ પોતે સી.પી.આર. તાલીમ લીધેલ હોવાથી પોતાને આ અંગે માહિતી હોવાથી ત્વરિત યાત્રાળુને સી.પી.આર. સારવાર આપેલ તથા દર્દી થોડા સ્વસ્થ થતા તેઓને સારવાર માટે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી મહામુલી જિંદગી બચાવી સેવાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ અંગેની વિગતો જુનાગઢ રેંજનાં આઈજી IPS NILESH JHAJADIA ને મળતા તેઓએ ગ્રામ રક્ષક દળનાં સભ્ય મનુભાઈ મકવાણાનું પ્રશંસાપત્ર એનાયત કરીને તથા SP HARSHAD MEHTAએ રોકડ ઇનામ તથા જીઆરડી યુનિફોર્મની કીટ આપી સન્માન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં આ પ્રકારે નીચલા વર્ગના કર્મચારીઓનું સદ્કાર્ય બદલ સન્માન કરવાની પ્રણાલી શરુ કરવામાં આવે તો, પોલીસ પ્રજાનો મિત્ર આ સુત્રને દરેક પોલીસ કર્મી ખુબ સારી રીતે ચરિતાર્થ કરી શકે એટલા કટિબદ્ધ બને તે વાત નિશ્ચિત છે.