News Updates
JUNAGADHSAURASHTRA

Mango Season: કેસર કેરીની વિદેશમાં વધી જબરી માગ, અનેક દેશોમાં પહોંચી

Spread the love

અમદાવાદ ખાતેથી દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવા દ્વારા ગીર પંથકની વિશ્વ વિખ્યાત કેસર કેરી વિદેશમાં નિકાસ કરવામાં આવી આવી રહી છે. ખાસ કરીને વિદેશમાં મોટા પ્રમાણમાં કેરીની માંગ હોવાનું પણ જણાઈ આવ્યું છે.

ગીર પંથકની વિશ્વ વિખ્યાત કેસર કેરી વિદેશના સીમાળા ઓળંગતી જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાસ કરીને વિદેશમાં કેસર કેરીની માંગ વધી રહી છે.

કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તાલાલા ગીરની કેસર કેરી હાલ દુબઈ,કેનેડા,મસ્કત જેવા દેશોમાં અત્યારે એક્સપોર્ટ થઈ રહી છે.

હવે પછી ઓસ્ટ્રેલિયા અને USAમાં પણ આ કેરી એક્સપોર્ટ થશે. ખાસ કરીને તાલાળા થી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય ધારા ધોરણનું પાલન કરવાની સાથે એક્સપોર્ટ ક્વોલિટીની એક સમાન કદ ધરાવતી કેરીઓને 12 – 9 અને 6 નંગ ના બોક્સમાં પેક કરીને તેને અમદાવાદ હવાઈ મથકે મોકલવામાં આવે છે.

અમદાવાદ ખાતેથી દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવામાં ત્યાંના ઓર્ડર મુજબ કેરીના બોક્સને મોકલવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નિકાસમાં જબરી માંગ જોવા મળી રહી છે. ખાસ કરીને ગલ્ફ ના દેશોમાં પ્રતિદિન 10 થી 12 ટન ગુણવત્તા યુક્ત કેરી ની નીકાસ થઈ રહી છે

આગામી દિવસોમાં વધી રહેલી કેરીની માંગ ગીર પંથક પૂરી કરશે તેવો વિશ્વાસ પણ કેરીની નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. વર્તમાન વર્ષ કેસર કરી નું ઉત્પાદન પણ મબલખ થયું છે અને કેસર કેરી ના બોક્સના ભાવ પણ હાલ ઉંચા મળી રહ્યા છે તો હવે આ કેરીનું વિદેશમાં એક્સપોર્ટ ને લય ખેડૂતો મા બેવડી ખુશી જોવા મળી રહી છે.


Spread the love

Related posts

ઘરેથી બાઇક લઇને વેફર લેવા નીકળેલો યુવક રોડ ક્રોસ કરે એ પહેલાં કાળને ભેટ્યો, જૂનાગઢના ધ્રુજાવી દેતા CCTV

Team News Updates

ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ

Team News Updates

JUNAGADH:8 લાખથી વધુના દાગીના જુનાગઢમાં દીવાન ચોક ખાતે સોનાની પેઢીમાં ગીરવે મુકેલા બે વેપારીઓ ઓળવી ગયાની ફરિયાદ નોંધાઈ

Team News Updates