જૂનાગઢના કેશોદમાં સામુહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં કેશોદના ચર ગામના એક પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી માતા-પુત્રીના મોત નિપજ્યા છે. જ્યારે પુત્ર હાલ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
કેશોદના ચર ગામની આ ઘટના છે. જેમાં એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા ગટગટાવી લેતા તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યારે માતાનું કેશોદની હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે પુત્રીનું જૂનાગઢની હોસ્પિટલમાં સારવાદ દરમિયાન મોત થયું છે. જ્યારે પુત્ર હાલ સારવાર હેઠળ છે. પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આઠ મહિના પહેલા એક પુત્રના મૃત્યુ બાદ પરિવાર શોકમગ્ન હતો.
કેશોદના ચર ગામે રહેતા એક જ પરિવારના મહિલા સહિત તેના પુત્ર અને પુત્રીએ સામુહિક ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મીનાબેન નામની મહિલાનું કેશોદમાં, જયારે તેની પુત્રી રવિનાબેનનું જુનાગઢમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર સંજયભાઈને ગંભીર હાલતમાં કેશોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહિલાના પતિ ઘરે મોડી રાત્રે સુતા હોય તે સમયે સૌ પ્રથમ પરિવારની મહિલા અને તેની પુત્રીએ ઝેરી દવા ગટગટાવી હતી. જે બાદ પાછળથી ઘરે આવેલાં યુવકે તેની બહેન અને માતાને બેભાન અવસ્થામાં જોઈ તેણે પણ મોત વહાલું કરવા ઝેર ગટગટાવ્યું હતું. પરિવારમાં પત્ની, પુત્રીના મોતના પગલે પતિ બાબુભાઈ સહિત સગાં સબંધીઓમાં માતમ છવાયું છે.
પરિવારના સંબંધી જયંતિભાઈ પરમારે જણાવ્યું કે, થોડા સમય પહેલા તેઓના એક પુત્રનું મોત થયું હતું. તેની માનસિકયાતનાને કારણે માતા-પુત્રી બન્નેની પણ માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી તેઓની દવાઓ ચાલુ હતી. માનસિક અસ્થિરતા ના કારણે આ પગલુ ભર્યું છે અન્ય કોઈ કારણ નથી.
આઠ મહિના પહેલા પુત્રના મોતના પગલે પરિવાર શોકમગ્ન રહેતો હતો. પતિની જાણ બહાર મહિલા સહિત તેના પુત્ર અને પુત્રીને લાગી આવતાં આત્મહત્યાનું પગલું ભર્યાનું અનુમાન છે. ઘટનાના પગલે મહિલા અને તેની પુત્રીના પોસ્ટમાર્ટમ સહિતની કાર્યવાહી હાલ હાથ ધરી છે. તેમજ આત્મહત્યાના પ્રયાસ મામલે તપાસ હાથ ધરી છે. સામુહિક આત્મહત્માના પ્રયાસની ઘટના બનતાં ચર ગામમાં શોક છવાયો છે.
ઉલ્લેખનીય છે કે, આઠ મહિના પહેલા એપ્રિલ મહિનામાં રાજકોટ શાપર ખાતે દિવ્યેશ રાઠોડ નામના 19 વર્ષના પુત્રએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જે ઘટના બાદથી પરિવાર શોકમગ્ન હતો.
- દીકરી રવિનાબેન બાબુભાઈ રાઠોડ, ઉંમર. 24 વર્ષ
- મહિલા મીનાબેન બાબુભાઈ રાઠોડ, ઉંમર 42 વર્ષ
સારવાર હેઠળ
- સંજય બાબુભાઈ રાઠોડ, ઉંમર 23 વર્ષ