News Updates
GUJARAT

JAMNAGAR:દિયર ઝડપાયો ભાભીની હત્યા કરનાર:લાલપુરના ઝાખરમાં આડાસંબંધમાં ભાભીનું ઢીમ ઢાળી દેનાર હત્યારા દિયરને પોલીસે ઝડપી પાડ્યો

Spread the love

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જાખર ગામમાં નવરાત્રિની પ્રથમ રાત્રે અઘતીટ બનાવ બન્યો હતો. એક યુવાને અનૈતિક સંબંધોમાં પોતાની ભાભીની હત્યા નીપજાવી હતી અને ફરાર થયો હતો. જે આરોપીને પોલીસે ઝડપી લીધો છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતા યુવાનની પત્ની રીનાબા ઉ.30 નામની યુવતી સાથે તેણીના જ દિયર વિજયસિંહ સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો અને દિયર-ભાભીના પ્રેમસંબંધની બળવંતસિંહને ખબર પડી જતાં તેની પત્નીને સમજાવ્યા બાદ પત્ની રીનાબા તેણીના દિયરથી દુર રહેવા લાગ્યા હતાં અને ત્યારબાદ દિયર પ્રેમીના કહ્યા મુજબ કંઈ પણ કરતા ન હતાં અને માનતા પણ ન હતાં. આ બાબતનો ખાર રાખી વિજયસિંહે પોતાની ભાભી રીનાબા,ઉ.30 નામની યુવતી ઉપર સોસાયટીની ખુલ્લી જગ્યામાં પથ્થર વડે મોઢા ઉપર તથા કપાળ ઉપર હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું.

પત્નીની હત્યાની જાણ પતિ દ્વારા કરવામાં આવતા પીઆઈ પી ટી જયસ્વાલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિના નિવેદનના આધારે હત્યારા દિયર વિરૂધ્ધ ફરીયાદ નોંધી.આરોપી ની શોધખોલા હાથ ધરવામાં આવી હતી. આ દરમિાયન મેઘપર પોલીસે આરોપી વિજયસિંહને ઝડપી લીધો હતો અને તેનો મોબાઈલ ફોન તેમજ લોહીવાળા કપડા કબજે કર્યા છે.


Spread the love

Related posts

ભાવનગર સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની દિવ્યાંગ, કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોની સંસ્થાઓમાં ,500 થી વધુ બાળકોએ કર્યા યોગ

Team News Updates

Knowledge:પીળી ટેપ જ કેમ લગાવે છે ? પોલીસ દરેક ક્રાઈમ સીન પર

Team News Updates

Gujarat:સગીર સાથે  ત્રણ મિત્રોએ અધમ કૃત્ય કરી હત્યા નીપજાવી:ગોધરામાં કિશોરને મિત્રો અવાવરું જગ્યાએ લઈ ગયા, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ ગળું દબાવી લાશને તળાવમાં ફેંકી દીધી

Team News Updates