વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે આવેલ અને ફાયરના સાધનોનું રિફિલિંગ કરતી ફેક્ટરીમાં ફાયર સિલેન્ડર ટેસ્ટિંગ દરમિયાન ફાટતાં કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેમાં કર્મચારીને પેટના ભાગે ગંભીર ઇજાઓને લઈ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વડોદરા શહેરના ગણેશ એસ્ટેટ કિશનવાડી આજવા રોડ પાસે આવેલ રોડ ફાયર સેફટી રોડ એક્વિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારી ફાયર એક્સટિંગ્વિશરની બોટલમાં ગેસ સિલિન્ડર રિફિલીંગ ટેસ્ટિંગ કરતા ફાટ્યો હતો. આ દરમિયાન કામ કરતા 38 વર્ષીય અશોક રાહુલજી નામના કર્મચારીને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે તેઓને 108 મારફતે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ કંપનીના સંચાલક સંકેત ભટ્ટે જણાવ્યું હતું કે, અમારે ફાયર સેફ્ટીના આગ ઓલવવાના સાધનોની ફેક્ટરી છે. રાજકોટ અને સુરતની ઘટના બાદ ફાયરના સાધનો એટલે હલકી ગુણવત્તાના આવે છે, જેના કારણે રિફિલિંગ કરતા આ સિલિન્ડર ફાટ્યો છે અને કર્મચારીને ઇજાગ્રસ્ત થયો છે. હાલમાં ISI માર્કાવાળી આવતી બોટલો અંગેનું કોઈ ગુણવત્તા અંગે ચેકિંગ થતું નથી, જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે.
વધુમા કહ્યું કે, ફાયર વિભાગ સિસ્ટમ હોવાની ખાતરી કરે છે પરંતુ, ISI માર્કા ધરાવતા સાધનોની ગુણવત્તા બાબતે સરકારી ધ્યાન દેવું જોઈએ. આટલા વર્ષોમાં પહેલીવાર આવી ઘટના બની છે. ફાયરનો સિલિન્ડર ટેસ્ટિંગ દરમિયાન ફાટ્યો છે. હાલમા અમે કર્મચારીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે. આ બનાવને લઇ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.