પ્રણય શાહ રાજકોટ અગ્નિકાંડને કારણે રાજ્યભરમાં ફાયર એનઓસી વિનાની ઇમારતોમાં ચકાસણી કરી સીલ કરવાની કાર્યવાહીની પસ્તાળ પડી છે, ત્યારે વડોદરામાં પાલિકાની મુખ્ય કચેરી ઐતિહાસિક ઇમારતમાં હોવાથી તેમા આજ સુધી ફાયર સિસ્ટમ લગાવાઇ ન હતી અને ઐતિહાસિક ઇમારતોમાં આવેલી ટેક્નોલોજી ફેકલ્ટીમાં પણ આજ દલીલ થકી ફાયર સિસ્ટમ ન હોવાનું તંત્રે કહ્યું હતું.
પરંતુ આ દલીલોનો છેદ ઉડાડે તેવી કોઠી બિલ્ડીંગની સામે આવેલો 100 વર્ષથી જૂનો રેકોર્ડરૂમ બન્યો ત્યારથી જ ઓટોમેટિક ફાયર સિસ્ટમ ધરાવે છે. શહેરના કોઠી વિસ્તારમાં જૂની કલેક્ટર કચેરી સામે આવેલ વડોદરાની ઐતિહાસિક ધરોહરમાં ની એક વિરાસત એટલે રેકોર્ડરૂમનું બિલ્ડીંગ. આ બિલ્ડીંગ 100 વર્ષ કરતાં પણ વધું જૂનું છે.