આયરલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાને પોતાની પહેલી ટી20 વર્લ્ડકપ 2024 મેચ રમવાની છે. આ મેચનું આયોજન નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવશે. રોહિત શર્માની આગેવાની વાળી ટીમમાં ભારતની ટીમ અને અને યુવા ખેલાડીઓ બંન્ને સાથે છે.
5 જૂન એટલે કે, આજે ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા પહેલી મેચ આયરલેન્ડ સામે રમશે. આ મેચમાં ભારતનો પ્રયત્ન જીતનું અંતર 8-0 કરવા પર રહેશે. જેમાં રોહિત શર્માનું યોગદાન મહત્વનું રહેશે.
ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાની રમતી જોવાનું દરેક ભારતીય ચાહકનું સપનું છે. જે આજે પૂર્ણ થશે. આજે ભારતની ટકકર આયરલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 કલાકે ન્યુયોર્કમાં થશે.
ભારતીય ક્રિકેટ ટીમની જેમ આયરલેન્ડની પણ આજે ટી20 વર્લ્ડકપમાં પહેલી મેચ હશે. આજે બંન્ને ટીમ પોતાના અભિયાનની શરુઆત જીત સાથે કરવા માંગશે.
વર્લ્ડ કપમાં રમાઈ રહેલી મેચો દરમિયાન વરસાદની અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ચાહકો ભારતની મેચ પહેલા જ ન્યૂયોર્કના હવામાનને લઈને ચિંતિત છે. ચાહકોની એવી ઈચ્છા હશે કે, આજે રમાનારી મેચમાં વરસાદ ન આવે.
તમને આજે રમાનારી ભારત અને આયરલેન્ડ મેચના હવામાન વિશે વાત કરીએ તો. આ મેચ દરમિયાન ન્યુયોર્કમાં તાપમાન 22 ડિગ્રી સેલિસયસ વચ્ચે રહેવાની આશા છે અને વરસાદની આજે કોઈ શક્યતા નથી.