News Updates
JUNAGADH

Junagadh:દીપડો ઘૂસતા દોડધામ, કૃષિ યુનિ.ની લેબમાં, બેભાન કરી પાંજરે પૂર્યો વનવિભાગની ટીમે ટ્રાન્કિવલાઈઝર ગનથી

Spread the love

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં આજે સવારે દીપડો ઘૂસી આવતા અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી હતી અને ડરનો માહોલ છવાયો હતો. કૃષિ યુનિવર્સિટીની બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસી જતા વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવી ટ્રાન્કિવલાઈઝર ગનની મદદથી દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો. વનવિભાગના અધિકારી-કર્મચારીઓએ ચાલુ વરસાદમાં એક કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દીપડાને પકડી લેતા યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.


જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલી બાયો એનર્જી લેબમાં દરરોજની માફક આજે સવારે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં દીપડાને જોતા જ દોડધામ મચી હતી. તમામ વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા અને લેબોરેટરીનો દરવાજો બંધ કરી આચાર્યને જાણ કરવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સલામત સ્થળે જતા રહ્યા હતા.

કૃષિ યુનિવર્સિટીના આચાર્ય દ્વારા જૂનાગઢ વનવિભાગની ટીમને જાણ કરાતા વનવિભાગની રેસ્ક્યૂ ટીમ તુરંત કૃષિ યુનિવર્સિટીએ પહોંચી હતી. કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીમાં દીપડો બંધ હોવાથી વનવિભાગની ટીમ દ્વારા ટ્રાન્કિવલાઈઝર ગનની મદદથી બેભાન કરી રેસ્ક્યૂ કરવાનો નિર્ણય કર્યો હતો. વનવિભાગની ટીમે ચાલુ વરસાદમાં એક કલાકની જહેમત બાદ અંતે દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં સફળતા મળી હતી.


આ અંગે વનવિભાગના અધિકારી અરવિંદ ભાલીયાએ કહ્યું હતું કે, આજે સવારે 8 વાગ્યાની આસપાસ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરનો ફોન આવ્યો હતો કે કૃષિ યુનિવર્સિટીના લેબોરેટરી વિભાગમાં દીપડો આવી ચડ્યો છે. આ બાબતે તાત્કાલિક વન વિભાગના ડીસીએફનો સંપર્ક કરી તેની સૂચનાથી વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ આ દીપડાને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. લેબોરેટરીમાં આવી ચડેલા દીપડાને બેભાન કરી તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જે દીપડાનું રેસ્ક્યૂ કરાયું છે તેની ઉંમર બે થી ત્રણ વર્ષની છે. તેને હાલ સક્કરબાગ ઝૂમાં લઈ જવામાં આવશે ત્યાં ચેકઅપ કર્યા બાદ તે સ્વસ્થ હશે તો જંગલમાં મુક્ત કરાશે.

આ બાબતે કૃષિ યુનિવર્સિટીના ડીન વી.પી.ચોવટીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના લેબોરેટરી વિભાગમાં સવારના જ્યારે વિદ્યાર્થીઓ લેબોરેટરીમાં પેટ્રિકલ માટે ગયા ત્યારે વિદ્યાર્થીઓને ત્યાં દીપડો હોવાની જાણ થઈ હતી.આ પરિસ્થિતિને જોઈ તાત્કાલિક વિદ્યાર્થીઓ લેબોરેટરીમાંથી બહાર નીકળ્યા હતા અને જે લેબોરેટરીમાં દીપડો હતો તે લેબોરેટરીને બહારથી બંધ કરી દેવામાં આવી હતી. જે મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની રેસ્ક્યૂ ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસક્યૂ કરવામાં આવ્યું હતું. આ દીપડો લેબોરેટરીમાં એવી જગ્યાએ સંતાયેલ હતો કે જ્યાં રેસ્ક્યૂ કરવું પણ મુશ્કેલ હતું. છતાં પણ વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમતથી આ દીપડાને ટ્રાન્કિવલાઈઝર આપી બેભાન કરી રેસ્ક્યૂ કરેલ હતો.


Spread the love

Related posts

ચોરીની ઘટના પ્રવાસીઓ સાથે:5 તોલાનો સોનાનો ચેન અને 2 લાખ રોકડાની ચોરી,સક્કરબાગ ઝૂના પાર્કિંગમાંથી બે કારના કાચ તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

સાવજ ડેરીનો મહત્વનો નિર્ણય:જૂનાગઢમાં ગરમીના કારણે દૂધના પેકિંગમાં ફરિયાદ જણાતા સાવજ ડેરીએ 2000 લીટર દૂધ પરત મંગાવ્યું, ચેરમેને કહ્યું- દૂધમાં કઈ પ્રોબલેમ નથી

Team News Updates