News Updates
JUNAGADH

ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ

Spread the love

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરકારશ્રીની અલગ અલગ યોજનાઓના પણ અપાયા લાભ
એજ્યુકેશન કીટમાં સ્કૂલ બેગ, પાણીની બોટલ, કંપાસ, નોટબૂક સહિતના અભ્યાસલક્ષી સાધનોનો સમાવેશ


ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ CISS બાળકોને CSR (કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબિલીટી) ફંડમાંથી જીએચસીએલ કંપની ફાઉન્ડેશન સાથે સંકલન કરી જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ બેગ, પાણીની બોટલ, સાધનો સહિત કંપાસબોક્સ, નોટબૂક, ફુલ સ્કેપ ચોપડા, સ્કેચબુક, સ્કેચપેન, રાઈટિંગ પેડ સહિત સમગ્ર એજ્યુકેશન કીટનું અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા, નાયબ કલેક્ટરશ્રી તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી તથા સ્ટાફના હસ્તે વિતરણ કરાયુ હતું. ઉપરાંત તમામ બાળકો અભ્યાસ કરી સતત પ્રગતીના પંથે ચાલે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ સાથે જ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ દ્વારા સર્વે કરી શેરીમાં વિચરતા બાળકો તેમજ ઝૂંપડપટ્ટીમાંથી કુલ ૨૪ કુટુંબોના ૫૬ બાળકો પૈકી ૩૦ છોકરા અને ૨૬ છોકરીઓ જેમના માતાપિતા છૂટક ફેરી, લારી અથવા મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તેવા કુટુંબોના બાળકોને ચિલ્ડ્રન લીવ ઈન સ્ટ્રીટ સિચ્યુએશનમાં સમાવેશ કરી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરકારશ્રીની અલગ અલગ યોજનાઓના લાભ આપેલ છે. જેમાં બાળકો તેમજ કુટુંબના આધારકાર્ડ, શ્રમકાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વગેરે યોજના માટે તેમના દસ્તાવેજો તૈયાર કરાવેલ અને રૂબરૂ કચેરી સ્ટાફ દ્વારા ફોર્મ ભરાવવામાં આવ્યા હતાં.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીરસોમનાથ)


Spread the love

Related posts

જૂનાગઢમાં પોલીસ અને ટોળાં વચ્ચે અથડામણ:500ના ટોળાંએ પથ્થરમારો કરતાં એકનું મોત, વાહનોમાં તોડફોડ કરી બાઇક સળગાવ્યું, DySP સહિત 5 ઇજગ્રસ્ત, 174ની અટકાયત

Team News Updates

વેરાવળની સરકારી બોય્ઝ હાઇસ્કુલનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬.૬૭% ઝળહળતું પરિણામ

Team News Updates

ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Team News Updates