પોરબંદર જિલ્લાના તાલુકાના રાણાવાવ તાલુકાના રાણાબોરડી વિસ્તારમાંથી પોરબંદર LCBને મળેલી બાતમી આધારે પોરબંદર જિલ્લામાં દારુ ધુસાડવાનુ કાવતરુ નિષ્ફળ બન્યુ છે. પોરબંદર એલસીબીની સર્તકતા કારણે 80 બોક્સ અને 960 બોટલો મળી આવી હતી. જો કે હજુ ટ્રક ડ્રાઇવર હાથ લાગ્યો નથી.
પોરબંદર એલસીબીના જણાવ્યા મુજબ, પોરબંદર જિલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલ.સી.બી.ના પીએસઆઇ આર કે કાંબરીયા તથા એલ સી બી સ્ટાફના માણસો રાણાવાવ પોસ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી હેડ કોન્સટેબલ હીમાંશુભાઇ મક્કા તથા ગોવિંદભાઈ મકવાણા તથા કોન્સટેબલ નટવરભાઇ ઓડેદરાને સંયુકત રીતે મળેલી હકીકત આધારે, બોરડી ગામથી જામસખપુર ગામ તરફ જતા જાહેર રસ્તામાં આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982માં ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ થવાનું હોવાની હકિકત આધારે રેઇડ કરતા આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982 નો મળી આવેલ જેની ઝડતી તપાસ કરતા ટ્રકમાં કોઇ હાજર મળી આવેલ નહીં પરંતુ ટ્રકની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની બોટલો ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-80બોટલો નંગ-960 કિં.રૂ.3,84,000નો મુદામાલ તથા મળી આવેલ આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982 કિ.રૂ.4,40,000 મળી કુલ કિ.રૂ.7.84,000 મળી આવતા આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982ના ચાલક વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરવામાં આવ્યો છે. જોકે આ દરોડા દરમ્યાન ટ્રક ડ્રાઇવર નાશી જવામાં સફળ રહ્ય હતો.