News Updates
PORBANDAR

Porbandar:ઈમર્જન્સી લેન્ડિંગ હેલિકોપ્ટરનું પોરબંદરના દરિયામાં: ત્રણ જવાનો લાપતા, એકનો બચાવ,અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડના રેસ્ક્યૂ માટે ગયેલું હેલિકોપ્ટર ક્રેશ થતાં

Spread the love

ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતું ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટરનું અરબી સમુદ્રમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ભારતીય કોસ્ટગાર્ડના બે પાઇલટ ગુમ છે. તેની સાથે રેસક્યૂ કરનાર એક ડાઇવર પણ મુસાફરી કરી રહ્યો હતો. તેની પણ કોઈ જાણકારી મળી રહી નથી. મળતી માહિતી મુજબ, એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ બાકીના ત્રણ લોકો લાપતા છે.

હેલિકોપ્ટરનું સોમવારે મોડી રાત્રે પોરબંદર નજીક દરિયામાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પાઈલટ સહિત ચાર લોકો સવાર હતા. ઇમર્જન્સી લેન્ડિંગ બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા એક ડાઇવરનો બચાવ થયો હતો, પરંતુ અન્ય ત્રણ લોકો હજુ લાપતા છે.

ગુજરાતમાં પૂર સંબંધિત ઓપરેશનમાં કોસ્ટગાર્ડે 4 જહાજ અને બે એરક્રાફ્ટ તહેનાત કર્યાં છે. જેની મદદથી અત્યાર સુધીમાં ભારતીય કોસ્ટગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે 67 લોકોના જીવ બચાવ્યા છે. કોસ્ટગાર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 11 વાગ્યે હેલિકોપ્ટર ધ્રુવનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર એક જહાજ પાસે પહોંચવા જઈ રહ્યું હતું. કોસ્ટગાર્ડે હાલમાં સર્ચ ઓપરેશનમાં 4 જહાજોને ઉતાર્યાં છે. ઈમર્જન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રાથમિક તપાસ બાદ જ આ અંગે કોસ્ટગાર્ડ દ્વારા નિવેદન જારી કરી શકાશે.


Spread the love

Related posts

PORBANDAR:ખેડૂતોને કેરીના ભાવ પણ સારા મળ્યા;યાર્ડમાં બરડાની કેસર કેરીની આવક જોવા મળી

Team News Updates

Porbandar:ડોનીયરના હેલીકોપ્ટર વડે ઓપરેશન; ચોપાટી ખાતે રોબોટ, ડ્રોન, એરકાફ્રટ, શીપ,કુદરતી આફત સામે સૈના સજ્જ:સેનાની ત્રણેય પાંખની કવાયત પોરબંદરના દરિયા કિનારે 

Team News Updates

500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત,પોરબંદરના દરિયામાં NCBએ પાર પાડ્યુ સૌથી મોટુ ઓપરેશન

Team News Updates