News Updates
GUJARAT

Navsari:2 ટ્ર્ક ફસાઈ 10 મજૂરો સાથે અંબિકા નદીના પૂરમાં

Spread the love

અંબિકા નદીમાં પૂર એટલી ઝડપે આવી ગયા કે, માત્ર 2 કલાકમાં અંબિકા નદીની જળસપાટી 8 ફૂટ સુધી વધી જવા પામી હતી. પૂર આવ્યા પહેલા અંબિકા નદીની જળસપાટી 11 ફૂટ પર હતી, તે માત્ર 2 કલાક બાદ વધીને 20 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી.

નવસારીની અંબિકા નદીની જળ સપાટી એકાએક વધતા નદીના પટમાં 10 મજૂરો સાથે 2 ટ્રક ફસાઈ ગઈ હતી. નદીના પાણી એકાએક ફરી વળતા, નદીના પટમાં કામ કરતા 10 જેટલા મજૂરો પણ અંબિકા નદીના પાણીમાં ટ્રકની સાથે ફસાઈ ગયા હતા. અંબિકા નદીના પટમાંથી રેતી કાઢવાનું કામ મજૂરો કરી રહ્યાં હતા. આ સમયે નદીમાં એકાએક ધસમસતા પૂરના પાણી આવતા મજૂરો અને 2 ટ્રકને બહાર નીકળવાનો સમય રહ્યો નહોતો.

જોતજોતામાં અંબિકા નદીનું પાણીએટલુ બધુ વધી ગયુ કે બન્ને ટ્ર્ક પણ ફસાઈ ગઈ હતી. રેતી ખનનનું કામ કરતા મજૂરો બચવા માટે ટ્ર્ક પર ચડી ગયા હતા. પરંતુ ધસમસતા પૂરના પાણી સામે ટ્ર્ક પણ અંબિકા નદીના પટમાંથી બહાર નીકળવામાં નિષ્ફળ રહ્યો હતો. જો કે આખરે તંત્ર મજૂરોની વહારે આવ્યું હતું. જીવ બચાવવા માટે ટ્ર્ક પર પડી ગયેલા મજૂરો અને ટ્ર્ક ડ્રાઈવરને નદીના ધસમસતા પૂરના પાણીમાંથી બચાવી લેવાયા હતા.

અંબિકા નદીમાં પૂર એટલી ઝડપે આવી ગયા કે, માત્ર 2 કલાકમાં અંબિકા નદીની જળસપાટી 8 ફૂટ સુધી વધી જવા પામી હતી. પૂર આવ્યા પહેલા અંબિકા નદીની જળસપાટી 11 ફૂટ પર હતી, તે માત્ર 2 કલાક બાદ વધીને 20 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. જો કે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે, અંબિકા નદીમાં હજુ પણ પૂર આવવાની સંભાવના છે.


Spread the love

Related posts

હણહણાટી ગુંજી રણમાં પાણીદાર અશ્વોની;ઝીંઝુવાડાના રાજેશ્વરી મંદિરે શસ્ત્ર પૂજન બાદ ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા રણમાં ભવ્ય અશ્વ દોડ યોજાઈ

Team News Updates

વરસાદમાં ગાડી ચલાવતા સમયે આ ધ્યાન રાખો:હંમેશાં પાણી કાઢીને જ ગાડી સ્ટાર્ટ કરો, આ ઉપાયથી ચીકણા રસ્તા પર સ્લીપ નહીં થાઓ

Team News Updates

કેમ બાંધવામાં આવે છે ? પૂજા કરતી વખતે કાંડા પર લાલ દોરો:મૌલીને ‘રક્ષાસૂત્ર’ કહેવામાં આવે છે

Team News Updates