News Updates
GUJARAT

ગાડીના કચ્ચરઘાણ વળી ગયા!:કડીમાં ફોર્ચ્યુનર ગાડી આગળ જઈ રહેલા ટ્રેલરને અડી જતા પલટી ખાઈ ગઈ; અકસ્માતમાં ઘટનાસ્થળે કાર સાવર એકનું મોત

Spread the love

કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઇવે ઉપર આવેલા ગણેશપુરા પાટીયા પાસે અકસ્માત થતાં રોડ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જ્યાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યાં એક વ્યક્તિને ગંભી રીતે ઇજાઓ પહોંચતા 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાને લઇ નંદાસણ પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો અને કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઇવે ઉપર અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરી એકવાર મોંઘીદાટ ફોર્ચ્યુનર ગાડી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. જ્યાં મહેસાણા તરફથી આવી રહેલું ટ્રેલર ગણેશપુરા પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે પહોંચતા પાછળથી આવી રહેલી ફોર્ચ્યુનર ગાડી અડી જતા ગાડી ફંગોળાઈ ગઈ હતી અને ઝાડને અથડાઈ ખેતરોમાં પડી હતી. જ્યાં ગાડીનો અકસ્માત થતા કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ નંદાસણ પોલીસને કરાતા ઘટનાસ્થળે દોડી આવી હતી.

ગાડીમાં સવાર અર્પણ પટેલ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ ગાડીમાં બેઠેલા ચિંતનભાઈ પટેલને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અકસ્માત સર્જાતા હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાને લઇ નંદાસણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Spread the love

Related posts

નમો ડ્રોન દીદી યોજના માટે આ કંપનીને મળ્યો કરોડોનો ઓર્ડર, જાણો કંપની વિશે

Team News Updates

EXCLUSIVE: ગુજરાતનો નામચીન બૂટલેગર VIJU SINDHI દુબઈમાં ફસાયો, બહાર નીકળવા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી રદ કરાઈ..

Team News Updates

AIIMSમાં થશે ફ્રીમાં સીટી સ્કેન, આ લોકો લઈ શકશે સુવિધાનો લાભ

Team News Updates