News Updates
GUJARAT

Panchmahal:બે જોડિયાં અધૂરા માસે જન્મેલા નવજાત શિશુને ફેંકી દીધાં;ગોધરામાં કોમન પ્લોટમાં

Spread the love

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભૂરાવાવના ડબગરવાસ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં અધૂરા માસે જન્મેલા નવજાત બે બાળકો ફેંકી ગયાની ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અધૂરા માસે જન્મેલાં બંને બાળકો પર કબજો મેળવી વધુ તપાસ કરે છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડબગરવાસ ખાતે એક કોમન પ્લોટમાં કોઈ નિર્દયી માતા અધૂરા માસે જન્મેલાં બે નવજાત શિશુને ફેંકી જવાની ઘટના બની છે. કોમન પ્લોટમાં નવજાત શિશુને ફેંકી જતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ ઉપર આવી નવજાત શિશુને કબજે કરી વધુ તપાસ હાથ ધરેલ છે. નવજાત શિશુ કોણ ફેંકી ગયું તે દિશામાં પોલીસે તપાસની ધમધમાટ શરૂ કર્યો છે.

ગોધરાના ડબગરવાસ ખાતે વહેલી પરોઢે 3:30થી 04:00 વાગ્યાની આસપાસ કોઈ નિર્દય હૃદયની માતા બે જોડિયા બાળકોને એક કોમન પ્લોટમાં ફેંકીને ચાલી ગઇ હતી. જેમાં વહેલી પરોઢે જોડિયાં બાળકો નાખી ગયાં હતાં ત્યાં ઘનઘોર અંધારાના કારણે ખબર પડતી ન હતી કે બાળકોને કોણ ફેંકી ગયું છે. જ્યારે જેમ જેમ સવાર થતી ગઈ તેમ તેમ રસ્તા ઉપર અવરજવર શરૂ થઈ હતી અને ત્યાંના સ્થાનિક લોકોની નજર પડતા કે રોડની આગળ કોમન પ્લોટમાં બે બાળકોને કોઈ ફેંકી ગયું છે. ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને જોડિયાં બાળકોને લઈને સલામત સ્થળે મૂક્યાં હતાં. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી. હાલ તો સ્થાનિક પોલીસે બંને જોડિયાં બાળકોનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોને લઈ જવામાં આવ્યાં છે.

બીજી બાજુ ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ ડબગરવાસ ખાતે બે અધૂરા માસે જન્મેલા નવજાત શિશુને ફેંકી જતા લોકટોળા ઊમટી પડ્યાં હતાં .પંચમહાલ જિલ્લામાં આ પહેલાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે. અધૂરા માસે જન્મેલા બે નવજાત શિશુને આ રીતે ફેંકી જતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.


Spread the love

Related posts

લાઈવ લોકેશન શેરિંગ કરનાર પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર:’TVS X’ ફૂલ ચાર્જ પર 140kmની રેન્જનો દાવો, કિંમત છે 2.50 લાખથી શરૂ

Team News Updates

શિખામણ રાવણને અંગદની: પાપી વ્યક્તિને જીવનમાં સુખ નથી મળતું અને કંજૂસ, મૂર્ખ, ક્રોધી, ભગવાનથી વિમુખ, નિંદા કરનાર

Team News Updates

જામનગરના રિલાયન્સ મોલમાં લાગેલી આગ વહેલી સવારે કાબૂમાં:30થી વધુ ફાયર ફાયટરોની મદદ લેવાઈ, ભયંકર આગમાં મોલ આખો બળીને ખાખ થઈ ગયો

Team News Updates