News Updates
BUSINESS

દમદાર ફોન ઓપ્પોનો 21 નવેમ્બરે લોન્ચ થશે;Find X8 સિરીઝમાં મળશે 50MPના ત્રણ કેમેરા, 5630mAhની બેટરી

Spread the love

ઓપ્પો Find X8 સિરીઝ ચીનમાં ઓક્ટોબર 2024માં લોન્ચ કરવામાં આવી હતી. આ લાઇનઅપ હેઠળ, કંપનીએ બજારમાં ઓપ્પો Find X8 અને ઓપ્પો Find X8 Pro લોન્ચ કર્યા છે. હવે ભારતમાં આ બંને મોડલની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત, આવનારા ફોનનું પ્રી-બુકિંગ પણ આજથી એટલે કે 11મી નવેમ્બરથી ઓફિશિયલ વેબસાઈટ પર લાઈવ થઈ ગયું છે.

ઓપ્પો Find X8 સિરીઝ વૈશ્વિક સ્તરે 21 નવેમ્બર 2024ના રોજ લોન્ચ થશે. તમે આજથી આ સિરીઝને રૂ. 999માં પ્રી-બુક કરી શકો છો. પ્રી-બુક કરનારા ગ્રાહકોને ગિફ્ટ હેમ્પર મળશે, જેમાં કાર ચાર્જર, ઈયરબડ અને ટાઈપ-સી બુક કેબલ ફ્રીમાં મળશે. આ સિવાય 55 ટકા સુધીની એક્સચેન્જ વેલ્યુ પણ આપવામાં આવશે. જો તમે આ ફોનને ઓપોપરથી ઓર્ડર કરો છો, તો તમને 10 ટકા ડિસ્કાઉન્ટ અને 24 મહિનાની નો-કોસ્ટ EMIની સુવિધા પણ મળશે.

ફોનનો રિફ્રેશ રેટ 120Hz છે અને પીક બ્રાઈટનેસ 4500 nits છે. ઇન્ટરનલ સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 16GB રેમ અને 1TB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે MediaTek Dimensity 9400 પ્રોસેસર હશે. આ ફોન Android 15 આધારિત ColorOS 15 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

ઓપ્પો Find X8 માં 50MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ જોવા મળશે. સાથે જ, Find X Proમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50MP મેન સેન્સર, બે 50MP પેરિસ્કોપ લેન્સ અને 50MP અલ્ટ્રા-વાઇડ સેન્સર પણ છે.

બેટરી લાઇફની વાત કરવામાં આવે તો ઓપ્પો Find X8માં 5630mAh બેટરી છે, જ્યારે Find X8 Proમાં 5910mAh બેટરી છે. આ બંને સ્માર્ટફોનની બેટરી 80 વોટ ફાસ્ટ ચાર્જિંગ અને 50MP વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બંને ફોનમાં વાઈફાઈ, GPS, ડ્યુઅલ સિમ સ્લોટ, 5G, USB ટાઈપ-સી પોર્ટ, ઓડિયો જેક અને બ્લૂટૂથ જેવા ફીચર્સ જોવા મળશે. ઓપ્પો Find X8ની કિંમત રૂ. 49900 છે.


Spread the love

Related posts

ન્યુ જનરેશન ‘મર્સિડીઝ-બેન્ઝ GLC’ ભારતમાં લૉન્ચ થઈ:6.2 સેકન્ડમાં 0 થી 100ની સ્પીડ પકડવાનો દાવો, કિંમત ₹73.5 લાખથી શરૂ થાય છે

Team News Updates

અદાણી-હિંડનબર્ગ કેસ પર આજે SC સુનાવણી:સેબીએ 41 પાનાનું એફિડેવિટ ફાઈલ કર્યું હતું, તેમાં એક્સપર્ટ કમિટિની ભલામણ અંગે જણાવ્યું

Team News Updates

લઘુ ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર, કોરોનાકાળ દરમિયાન જપ્ત કરાયેલી ડિપોઝીટની રકમ પરત મળશે, 30 જૂન સુધી અરજી કરી શકાશે

Team News Updates