News Updates
GUJARAT

નદીમાં ખાબકી 55 મુસાફર ભરેલી બસ: 12 મુસાફર ઇજાગ્રસ્ત;રણુજાથી પરત ફરતી દર્શનાર્થીઓથી ભરેલી બસનો અકસ્માત

Spread the love

આજે બપોર બાદ અંબાજી-આબુ રોડ હાઇવે માર્ગ વચ્ચે એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી આબુ રોડ જતો માર્ગ પહાડી અને ઢોળાવવાળો હોવાના લીધે ત્યાં વારંવાર અકસ્માતો થતા હોય છે, સાથે સાથે અનેકો વળાંક પણ આ માર્ગ પર આવેલા છે. બેફામ ચાલતાં વાહનો અને એમાં ખામી હોવાના લીધે પણ અમુક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે અંબાજીથી આબુ રોડ જતા માર્ગ પર સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ નદીમાં ખાબકી હતી.

અંબાજી પાસે બસનો અકસ્માત સર્જાતાં બસ નદીમાં ખાબકી હતી. આ બસમાં 55થી વધુ યાત્રિકો સવાર હતા. અંબાજીથી આબુ રોડ માર્ગ પર સુરપગલાં નજીક આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં આબુ રોડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, સાથે આબુ રોડ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બસમાં 55થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી બાર જેટલા લોકો ઘાયલ થયા હતા.

રણુજાથી દર્શન કરીને ભક્તો ગુજરાત તરફ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ જગ્યા પર સતત ચોથો અકસ્માતનો બનાવ બન્યો હતો. અગાઉ એક બસ અને બે ટ્રક પણ નદીમાં ખાબકી હતી. આ અકસ્માત થતાં રાજસ્થાન પોલીસ જવાનોની સુંદર કામગીરી જોવા મળી હતી. ચાલુ વરસાદમાં નદીમાં ઊતરીને લોકોના જીવ બચાવ્યા હતા. ગુજરાતના દેરોલના ભક્તો ત્રણ દિવસની યાત્રા પર રાજસ્થાન રણુજા નીકળ્યા હતા. ત્યારે પરત આવતાં આબુ રોડ-અંબાજી વચ્ચે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.


Spread the love

Related posts

 સાનિધ્યમાં વિકસાવાયું જેપુરા-વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર, 100થી વધુ પ્રકારના 11 હજાર વૃક્ષો ઉછેરાયા

Team News Updates

મહિલાઓ માટે બેસ્ટ છે આ સીડ્સ, વજન ઘટાડવાથી લઈને હોર્મોનલ ઈમ્બેલેંસ કરશે નિયંત્રિત

Team News Updates

દોડતા ઘોડાની તસવીરમાં માત્ર 7 ઘોડા જ કેમ હોય છે ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Team News Updates