- મૃતક કાર ચાલક વેલસ્પન કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર
- ગંભીર અકસ્માત કઈ રીતે સર્જાયો તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો
પારડી બગવાડા ટોલબુથ પહેલા નવ નિર્માણ પામેલા દમણ તરફ જવાના બ્રિજના ત્રણ રસ્તા પાસે વાપી તરફથી આવતી ટીયાગોકારનં RJ-49- CA-6824 કોઈ કારણસર નેશનલ હાઇવે અનેદમણ તરફ જતાં બ્રિજ વચ્ચેબનેલા હાઇવે ડીવાઇડર સાથે કાર અથડાઈ હતી જે બાદ કારની વધુ ગતિના કારણે ડીવાઈડરની લોખંડની એંગલ કારના એંજિન ભાગથી ઘૂસી ડ્રાઈવર સીટ થઈ કારના આરપાર એંગલ સાતથીઆઠ ફૂટ બહાર નીકળી ગઈ હતી. આ એંગલ કારમાં ઘૂસી જતાં કારચાલકનું માથું ધડથી અલગ થઈગયું હતું.
પરંતુ અકસ્માતના દ્રશ્યોનજીકથી જોઈ સૌને કંપારી છૂટીઉઠી હતી. અકસ્માતની જાણ થતાંપારડી પીએસઆઇ એ.ડી. ડોડીયાદોડી આવ્યા હતા અને મૃતદેહકબ્જો લઈ પીએમ માટે ખસેડયોહતો. ઘટના સ્થળે ક્રેન મંગાવીકારમાં આરપાર થયેલી 10થી 12ફૂટની એંગલ કાઢી કારને સાઇડેકરાવી ટ્રાફિક જામ હળવો કર્યોહતો. જોકે, આ અકસ્માતમાં કઈરીતે સર્જાયો તે જાણી શકાયું નહતું. જેથી પોલીસે કારનુંનિરીક્ષણ કરી અકસ્માત કેવીરીતે બન્યો તે જાણવાનો પ્રયાસહાથ ધર્યો હતો.
મૃતક કાર ચાલકયુવક 33 વર્ષીય કેશવનિર્મલકુમાર વર્મા વાપીમોરાઈની વેલસ્પન કંપનીમાંકોર્ટન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટમેનેજર તરીકે ફરજ બજાવતોહતો અને હાલ બગવાડા શુભમગ્રીન સિટી B- 03 ફ્લેટ નં103માં રહેતો હતો. મૂળ રહે.રાજસ્થાનનો કેશવ નિર્મલકુમારવર્મા હોવાની ઓળખ થઈ હતી.રાત્રિએ નોકરી પરથી છૂટી પરતઘરે આવતા અકસ્માત નડ્યોહોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતના દ્રશ્યો જોઈ સૌ કોઈડરી દૂર રહેતા હતા ત્યારે માત્ર19 વર્ષના યુવક સમર્થ પટેલ અનેતેમનો મિત્ર વિરલ પટેલએમ્બુલન્સ કર્મીઓ સાથે માથાવિનાના મૃતદેહને એમ્બુલન્સનાસ્ટાફ સાથે બહાર કાઢી હાઇવેનીએમ્બુલન્સ મૂકી હતી.
રિફલેક્ટર અને લાઇટના અભાવે અકસ્માત
વાપી તરફથી આવતા હાઇવે પર બગવાડા ટોલ પહેલા દમણ તરફજવાનો બ્રિજ બન્યો છે. અને ત્યાં વળાંકવાળો માર્ગ છે. જેના કારણેરાત્રીના કાર ચાલક બ્રિજ અને હાઇવેની વચ્ચે બનાવેલા લોખંડ ડીવાઈડરજોઈ ન શકયો હોય અને ધડાકાભેર ડીવાઇડરમાં અથડાતા અકસ્માતસર્જાયો હોવાની શક્યતા દેખાઈ છે. જેથી ત્યાં માર્ગ દેખાય આવે તે રીતેલાઈટ કે રિફલેક્ટર મૂકવામાં આવે તે ખૂબ જરૂરી છે.
ઘરથી માત્ર 100 મીટર દૂર મોત મળ્યું
વેલસ્પન કંપનીમાંથી નોકરીથી છૂટી ઘરે જઈ પરિવાર સાથે જમવાની સાથેસમય વિતાવવાની કદાચ રાહ હોય ક્યાં તો ઘરે હાજર પરિવારને પણએવું હશે કે મારો દીકરો કે પતિ કે ડેડી હવે ઘરે આવશે ત્યારે આ કારચાલક નોકરી ઉપરથી છૂટી રાબેતા મુજબ પોતાની કારમાં ઘરે જઇ રહ્યાહતા. જોકે, મૃતક યુવક તેમના ઘરે પહોંચવાનું માત્ર 100 મીટર જેટલુંઅંતર બાકી હતું અને અકસ્માત નડ્યો અને મોત નીપજ્યું હતું.