News Updates
GUJARAT

મૃતક 3 યુવાનમાંથી એકની સગાઈ થઈ હતી,ડ્રાઇવરને ઝોકું આવ્યું ને કાર ધડાકાભેર વૃક્ષ સાથે ટકરાઈ,અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર અકસ્માત

Spread the love

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું.

ભાવનગરના 3 યુવાનો કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

કારમાં સવાર 3ના મોત નિપજ્યા છે અને આ ત્રણેય યુવાનો 22-25 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ મૃતકોનો પરિવાર ભાવનગરથી ભરૂચ આવવા નીકળ્યો છે. 3 પૈકી 1 યુવાનની સગાઈ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.


Spread the love

Related posts

પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબે ઘૂમે છે152 વર્ષ જૂની અનોખી નવરાત્રિ આકર્ષણનું કેન્દ્ર,વડગામના જલોત્રા ગામમાં દેશી ઢોલના તાલે

Team News Updates

ગાજરની આ સુધારેલી જાતો આપશે વધારે ઉત્પાદન, પુસા સંસ્થાએ ખેડૂતોને આપી સલાહ

Team News Updates

Navratri 2024:શારદીય નવરાત્રીની પાછળની પૌરાણિક કથા શું છે,શરૂઆત કેવી રીતે થઈ? 

Team News Updates