News Updates
GUJARAT

Narmada:15 દરવાજા ખોલાયા,નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો,134.73 મીટર પહોંચતા દરવાજા ખોલાયા

Spread the love

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે.

દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડયુ છે. નદીમાં કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે.

બીજી તરફ સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલથી ડેમમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ, ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે. ધરોઈ ડેમમાં 11,111 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ ડેમની સપાટી 185.82 મીટર, પાણીનો જથ્થો 57.68 ટકા છે. હાથમતી જળાશયમાં 350 ક્યુસેક આવક, પાણીનો જથ્થો 38.23 ટકા જોવા મળ્યો છે. ગુહાઈ ડેમમાં 1535 ક્યુસેક પાણીની આવક, 35.23 ટકા જથ્થો છે. આ તરફ હરણાવ ડેમમાં 110 ક્યુસેક આવક સામે 110 ક્યુસેક જાવક કરવામાં આવી છે.


Spread the love

Related posts

ગાજવીજ સાથે તૂટી પડ્યો,અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો

Team News Updates

આ 8 રાશિને મળશે બમ્પર લાભ, કરિયર છલાંગ મારશે,વૃષભમાં ગુરુ-શુક્રની યુતિથી સર્જાયેલા રાજયોગ

Team News Updates

કફોડી સ્થિતિ વચ્ચે લોન કે વ્યાજે નાણાં લઇને પણ માછીમારીનો 1લી તારીખથી પ્રારંભ,શરૂઆતમાં વેરાવળની 50 ટકા જેટલી બોટ ઉતરશે

Team News Updates