News Updates
GUJARAT

Anand:1 રૂપિયાથી લઈ 10 રૂપિયા દહીના ભાવમાં  વધારો કરાયો, અમૂલના હવે દહીં પણ મોંઘુ

Spread the love

અમૂલે દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યાં બાદ હવે, મસ્તી દહીંના ભાવમાં 1 રૂપિયાથી લઈ 10 રૂપિયા સુધીનો વધારો ઝીંક્યો છે.

લોકસભા-2024 ની અંતિમ એટલે કે સાતમા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાં ના બીજા જ દિવસે અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે, હવે, મતગણતરી પૂર્ણ થતાંની સાથે જ અમૂલે ગ્રાહકોને બીજો મોટો ઝટકો આપ્યો છે. આ વખતે અમૂલ મસ્તી દહીના ભાવમાં 1 થી લઈ 10 રૂપિયા સુધીનો વધારો ઝીંક્યો છે. ત્યારે, હવે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર અમૂલના દહીંનો સ્વાદ મસ્તીથી માણી શકશે નહીં.

અમુલ મસ્તી દહીં 200 ગ્રામ જૂનો ભાવ 18 – નવો ભાવ 19

અમુલ મસ્તી દહીં 400 ગ્રામ જૂનો ભાવ 34 – નવો ભાવ 35

અમુલ મસ્તી દહીં 1કિલો જૂનો ભાવ 72 – નવો ભાવ 75

અમુલ મસ્તી દહીં 1 કિલો બકેટ જૂનો ભાવ 100 – નવો ભાવ 110


દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ આવે તે પહેલા જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 2 જૂનના રોજ અમૂલ દ્વારા અમૂલ ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાના વધારાની જાહેરાત કરવામાં આવી હતી.


Spread the love

Related posts

ચાલો જાણીએ સંભવિત “બિપોરજોય” વાવઝોડાની આગાહીને પગલે કેવી તકેદારી રાખવી ??

Team News Updates

ફાસ્ટેગ અને ટોલ પ્લાઝા બંધ કરશે સરકાર, તમામ કામ સેટેલાઈટથી થશે, જાણો કેવી રીતે ટોલ સિસ્ટમ કામ કરશે ?

Team News Updates

ફોતરીના કારખાનામાં આગ લાગી,શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી અનુમાન,ખંભાળિયાના જીઆઈડીસી વિસ્તારમાં

Team News Updates