News Updates
GUJARAT

Jamnagar:કપડા સુકવવા જતાં જામનગરના આમરામાં પરિણીતાને વીજ આંચકો લાગ્યો, સારવારમાં મોત

Spread the love

જામનગરના આમરા ગામમાં રહેતી એક પરિણીતાને પોતાના ઘેર કપડા સુકવવા જતાં વીજ આંચકો લાગ્યો હતો. જેથી તેનું અપમૃત્યુ થયું છે. આ બનાવની વિગત એવી છે કે, આમરા ગામમાં રહેતી મંજુલાબેન નરોત્તમભાઈ ધારવીયા નામની 44 વર્ષની પરિણીતા ગઈકાલે પોતાના ઘેર કપડાં સુકવવા જતી હતી, તે દરમિયાન તેણીને એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની હતી.

આથી 108ની ટીમને બોલાવતાં 108 ની ટુકડી ઘેર આવી પહોંચી હતી અને મંજુલાબેનને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, જયાં ટૂંકી સારવાર દરમિયાન મંજુલાબેનનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ નરોતમભાઈ ભવાનભાઈ ધારવીયા એ પોલીસને જાણ કરતાં સિક્કાના એ.એસ.આઈ.સી.ટી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.


Spread the love

Related posts

ભીડીયા સમસ્ત ખારવા સમાજના ૨૦માં સમૂહલગ્નનું આયોજન, ચાર તબક્કમાં ૫૮ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે

Team News Updates

ઘરમાંથી જ અપહરણ મધરાતે:ઉમરેઠ પંથકની 16 વર્ષીય કિશોરીનું,પોલીસે કિશોરીની શોધખોળ હાથ ધરી

Team News Updates

વાવાઝોડાએ દિશા બદલી નહીં, ગુજરાત તરફ જ આવે છે:હવે જખૌથી 280 કિલોમીટર દૂર, શિયાળબેટમાં બોટ મારફતે સર્ગભાને હોસ્પિટલમાં ખસેડાઈ

Team News Updates