News Updates
AHMEDABAD

Ahmedabad:2024 SFA ચેમ્પિયનશિપ આજથી શુભારંભ;14 હજારથી વધુ સ્પર્ધકો રમવા ઉતરશે,અમદાવાદના એથ્લિટ્સની સંખ્યા બમણી થઈ

Spread the love

SFA ચેમ્પિયનશિપની નવી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ઇવેન્ટમાં 14, 764 એથ્લિટ્સ રમતા જોવા મળશે. જેમાં 387 શાળાના 3 થી 18 વર્ષની વયના આ બાળકો 16 રમતોમાં ભાગ લેશે, આ રમતો 4 સ્થળોએ યોજાશે. અમદાવાદના ખેલાડીઓમાં ગત સિઝનથી બમણો વધારો જોવા મળ્યો છે. આ બાળકો IIT ગાંધીનગર, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી- PDEU, સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પોતાની સ્કિલ્સ દેખાડવાની તક હાંસલ કરશે. આ વર્ષની ચેમ્પિયનશિપ 26 નવેમ્બર સુધી ચાલશે.

SFA ચેમ્પિયનશિપના COO તથા ફાઉન્ડિંગ મેમ્બર રશસ જોશીએ કહ્યું હતું કે, ‘SFA ચેમ્પિયનશિપ એ ભારતભરમાં સ્પોર્ટ્સ અને યંગ ટેલેન્ટને આગળ વધારવાની ઉજવણીનું એક માધ્યમ છે. આ ઇવેન્ટ માત્ર સ્પર્ધા પૂરતી નથી. તે ખેલાડીઓને રમતમાં તેમના બેકગ્રાઉન્ડની ચિંતા વિના ભાગ લેવાની તક આપે છે. જેથી રમતોમાં આગળ વધવાનો જુસ્સો હાંસલ કરતા ખેલાડીઓને શોધવા લાયક માહોલ બનાવી શકાય.’

SFA ચેમ્પિયનશિપમાં 22મી નવેમ્બરને ‘કોચ ડે’ તથા 24મી નવેમ્બરને ‘શી ઈઝ ગોલ્ડ- ડે’ તરીકે ઉજવવામાં આવશે. 24મી નવેમ્બરે 80 ટકા મુકાબલાઓમાં માત્ર મહિલા ખેલાડીઓને જ તક અપાશે. આ દિવસે કોચ અને ઓફિશિયલ્સ પણ મહિલાઓ જ વધુમાં વધુ રહેશે. SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, ચેસ, કબડ્ડી, કરાટે, સ્વિમિંગ, ખો-ખો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ અને યોગાસન જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે.


Spread the love

Related posts

ઠગોના ટાર્ગેટ પર સૌથી વધુ અમદાવાદી અને સુરતીઓ:ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3800 કરોડની છેતરપિંડી, અમદાવાદમાં 1559, સુરતમાં 1223, વડોદરામાં 326 અને રાજકોટમાં 204 ગુના નોંધાયા

Team News Updates

PM મોદી સાયન્સ સિટીમાં રોબોટ્સ સાથે થયા રૂબરૂ

Team News Updates

24 કલાક ગુજરાત માથે અતિભારે:ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે, તો સૌરાષ્ટ્રના સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી

Team News Updates