News Updates
AHMEDABAD

ઠગોના ટાર્ગેટ પર સૌથી વધુ અમદાવાદી અને સુરતીઓ:ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3800 કરોડની છેતરપિંડી, અમદાવાદમાં 1559, સુરતમાં 1223, વડોદરામાં 326 અને રાજકોટમાં 204 ગુના નોંધાયા

Spread the love

છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતીઓ સાથે થયેલી ઠગાઈની રકમ સાંભળશો તો ખ્યાલ આવશે કે, ગુજરાતીઓ ધંધા અને રોજગારમાં આર્થિક વ્યવહાર કે, લોભામણી નાણાંકીય સ્કીમમાં પૈસા રોકતા પહેલાં સાવચેત રહેવું જરૂરી થવું પડશે. વર્ષ 2021માં ગુજરાતીઓ સાથે 884 કરોડ 36 લાખ 79 હજાર 033 રકમની છેતરપિંડી થઈ હતી. વર્ષ 2022માં 1583 કરડો 64 લાખ 58 હજાર 695 અને વર્ષ 2023માં 1571 કરોડ 86 લાખ 85 હજાર 601 રકમની છેતરપિંડી અને ઠગાઈ ગુજરાતીઓ સાથે થઈ છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરાના લોકો સાથે સૌથી વધુ ઠગાઈ અને છેતરપિંડી થઈ છે.

40 શહેરોમાં ઠગાઈની વિગતો જાહેર કરાઈ
ગુજરાત વિક્સિત રાજ્ય છે. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરો ઝડપી વિકાસ પામનારા શહેરો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં પણ મોખરે છે. ગુજરાતમાં દરરોજ અબજો રૂપિયાનો આર્થિક વ્યવહાર થયા છે. આ સ્થિતિ સામે ગુજરાતમાં નાણાંકીય છેતરપિંડી અને ઠગાઈના ગુનાઓ પણ વધતા જાય છે. જાણીને નવાઈ લાગશે કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3800 કરોડની ઠગાઈ ગુજરાતીઓ સાથે થઈ છે. 31 માર્ચ 2023ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 40 શહેરોમાં થયેલી ઠગાઈ અને છેતરપિંડીની વિગતો વિધાનસભામાં જાહેર કરવામાં આવી હતી.

ઠગાઈના 2322 આરોપીઓ પોલીસ પકડથી દૂર
ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે વર્ષ પ્રમાણે 40 શહેરમાં ઠગાઈની ફરિયાદોની માહિતી જાહેર કરી છે. જેમાં વર્ષ 2021માં 1832, વર્ષ 2022માં 2244 અને વર્ષ 2023માં 2269 ગુના નોંધાયા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં 1559, સુરતમાં 1223, વડોદરામાં 326 અને રાજકોટમાં 204 ગુના નોંધાયા હતા. લોકો સાથે નાણાંકીય ઠગાઈના ગુનાઓના આધારે પોલીસ દ્વારા 9845 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જ્યારે ઠગાઈ કરીને 2322 આરોપીઓને હજી પણ પોલીસ પકડી શકી નથી.


Spread the love

Related posts

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપી લોકોને ઉશ્કેરવા પ્રયાસ કર્યો, ગુજરાત ATSએ મુંબઈમાં દબોચ્યો, અમદાવાદ બાદ જૂનાગઢ લઈ જવાશે

Team News Updates

પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવાનુ આયોજન કરી રહ્યા છો? અમદાવાદ એરપોર્ટથી આ સ્થળો માટે સીધી ફ્લાઈટ! જાણો

Team News Updates

તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત’!:અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ કાલ સુધીમાં વાવાઝોડામાં ફેરવાશે, 170 કિમીની ઝડપે પવન ફૂંકાશે, સુરતના 42 ગામો એલર્ટ, કંટ્રોલરૂમ શરૂ

Team News Updates